________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪
પ્રવચન પરાગ
તમને ખોટી રીતે આ આમ છે, તેમ છે એમ સમજાવી દઉં તો તમે એમ માનીને ચાલ્યા જશો, આ ભૂલ છે. સમજવામાં અને સમજાવવામાં એક મોટું અંતર પડી જાય. સાચી વાત એ છે કે તેની ભૂમિકાને સમજી લેવાનો પણ આપણે એક પ્રયાસ કરવો જોઈએ. જે પ્રશ્ન છે તે અનુસાર તેને જાણવાની એટલી યોગ્યતા પણ પ્રાપ્ત કરી લેવી જોઈએ. ત્યારે એ પ્રશ્નની પૂર્ણતા સુધી પહોંચી શકાય. આ પછી સાધનાની એવી સ્થિતિ ઊભી થાય જેમાં શબ્દોની જરૂરત રહે નહીં.
ભગવાન મહાવીરે જગતના તમામ પ્રશ્નોનું સમાધાન અનેકાંત દૃષ્ટિથી કરાવ્યું જેથી તેની અંદર બંને દૃષ્ટિનો સમાવેશ થાય. અને કોઈ પણ જાતનો વૈચારિક સંઘર્ષ ઊભો ન થાય. અનેકાંત એવી મંગલમય દૃષ્ટિ છે જ્યાં સમાધાન છે, સંઘર્ષ નથી. જ્યાં બીજાને સમજાવવાની ભાવના છે. એક્બીજાને જાણવાનો પ્રયાસ છે. આ ભૂમિકા પર ઊંડાણથી વિચાર કરવો જોઈએ. વિશ્વમાં આ સંસારમાં એવી કેટલીય વસ્તુઓ છે જે પ્રત્યક્ષ આપણે જોઈ શકતા નથી. પરંતુ બીજાઓ દ્વારા અથવા તો પરંપરાગત પ્રમાણો દ્વારા તેનો સ્વીકાર કરી લેવો પડે છે.
કોઈ વ્યક્તિ એવી હોય જેની દૃષ્ટિમાં સહેજ વિકાર હોય. દૂરનું જોઈ ન શકે તો માઇનસ લૅન્સ લગાવવા પડે. એકદમ દૂરની આકાશી ચીજો જોવા માટે બાયનોસૂલ૨નો ઉપયોગ કરવો પડે. ટેલિસ્કોપથી ગ્રહો અને નક્ષત્રો પણ સ્પષ્ટ રીતે જોઈ શકાય. દેખાતું નથી એમ તમે કહી દો તો હું તે માનવા તૈયાર નથી. તો ઘણી એવી બાબતો છે જે માની લેવી પડે છે. કોઈએ પણ તેનો સ્વીકાર કરી લેવો પડે છે.
સાધનાની એવી સ્થિતિ તમે પ્રાપ્ત કરી લો કે જેથી બહુ દૂરની ચીજો પણ તમે જોઈ શકો. પોતાનાથી માંડીને સર્વને જોવાની મંગળમય દૃષ્ટિ મળી જાય, પ્લસ અને માઇનસ બંને લૅન્સ આપણી અંદર આવી જાય. દૂર-નજીક બધું આપણે જોઈ શકીએ. સ્વયંને પ્રાપ્ત કરી શકાય. અંતઃસ્તલ સુધી પહોંચી શકાય. પછી ન તો કોઈ પ્રશ્ન રહેશે ન કોઈ શંકા.
સંઘર્ષ અને વિચારભેદથી પ્રશ્નો ઊભા થાય છે. સંસારમાં અનેક પ્રકારની સમસ્યાઓ છે. જ્યાં સુધી સમસ્યા છે ત્યાં સુધી સંસાર છે. પૂર્ણતા પામ્યા પછી આ તૃપ્ત થઈ જશે; પછી કોઈ તૃષ્ણા રહેશે નહીં.
૨. ધર્મ શું છે ?
ધર્મ શું છે ? ધર્મની જરૂરત ક્યાં છે ? એવો પ્રશ્ન કોઈને કદાચ થાય. આ સામાન્ય સ્તરનો પ્રશ્ન છે. એમાં પ્રાથમિક જિજ્ઞાસા છે. આપણે જાણીએ છીએ કે સંસારમાં જે કંઈ ચીજો અને પદાર્થો છે તે તેમાંથી શક્તિ મેળવે છે. શક્તિ વિનાની કોઈ પણ ચીજ ગતિ પ્રાપ્ત કરી શકતી નથી. ઘડિયાળને ચલાવવા માટે ચાવી દેવી પડે છે. મોટર રાખીએ તો તેમાં પેટ્રોલ ભરવું પડે છે. તો જ તેમાં ઊર્જા પેદા થાય છે અને તે ગતિ કરી શકે છે.
For Private And Personal Use Only