________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૯
પ્રવચન પરાગ
સત્ય બોલવામાં વિવેક ન હોય તો તે ઝેર બને છે. ડિસેંટ્રી થઈ ગઈ હોય તો દૂધ ઝેર જેવું લાગે છે. તે સમયે દૂધ જેવો અમૃતનો ઉપયોગ ઝેર જેવો બની જાય છે. સત્યનો પ્રયોગ
સત્ય, અપ્રિય ન લાગે તેમ બોલવું જોઈએ. હું તમને એમ નહીં કહું કે “તમે ચોર છો. પરંતુ એવું કહીશ કે “તમે શ્રીમંત બની જાઓ, ઇમાનદાર બની જાઓ” તેનો મતલબ છે કે તમે ઈમાનદાર નહીં, બલકે ચોર છો.
રાતમાં એક રાજાએ સ્વપ્નમાં પોતાના ૩૨ દાંત પડતાં જોયા. એનું ફળ જાણવા માટે એણે જ્યોતિષીને બોલાવ્યો.
સત્ય બોલવામાં વિવેક ન હોય તો તે સત્ય પોતાના નાશનું કારણ બને છે – ઝેર બને છે. રાજાએ સ્વપ્નની વાત કરી. અને જ્યોતિષીને ફળ પૂછ્યું.
જ્યોતિષીએ કહ્યું : “રાજનું, તમારી સામે તમારા પરિવારના સર્વ સભ્યો મરી જશે.
આ સાંભળી રાજા ઉદાસ બની ગયો. તેણે જ્યોતિષીને કશું ઈનામ ન આપ્યું.
રાજાએ જૈન સાધુને બોલાવ્યો. રાજાના મનમાં થયું કે સાધુ પ્રાણ જાય તો પણ જૂઠું નથી બોલતા. જૈન સાધુએ અનેકાન્તવાદનો ઉપયોગ કર્યો. કટુ લાગે એવાં વચનો ન બોલીને સત્યનો પ્રયોગ કર્યો.
રાજાએ પૂછયું : આપ સ્વપ્નનું ફળ જાણો છો? મુનિએ સંમતિમાં ડોકું ધુણાવ્યું. રાજા ઃ સ્વપ્નમાં મારા ૩૨ દાંત પડી ગયા. એનું ફળ શું? મુનિ : અતિ સુંદર.
રાજા : અતિ સુંદર ! ઉત્તમ ! આ શું ? સર્વ તો અતિ ખરાબ કહે છે. અને આપ કહો છો કે
મુનિ : રાજન આખા પરિવારમાં આપની આયુ વધારે છે. રાજા : ધન્યવાદ ઘણું સરસ.
આનો અર્થ એ કે રાજ સર્વની પછી મરશે. એની આંખો સમક્ષ સર્વ મૃત્યુ પામશે.
સત્ય બોલવાની રીતો જુદી હતી. પહેલા જ્યોતિષીએ નકારાત્મક (Negative) રૂપમાં જવાબ દીધો પરંતુ જૈન મુનિએ સ્વીકારાત્મક (Positive). બંનેનો અર્થ તો એક જ થતો હતો.
For Private And Personal Use Only