________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦
પ્રવચન પરાગ જલતા મકાનમાંથી લોકોએ સર્વ કાંઈ બચાવ્યું. સામાનનો તો મોટો ઢગલો થઈ ગયો. પછી કોઈએ પૂછ્યું “આ મકાનનો માલિક ક્યાં છે?' તો તે વખતે સર્વને જાણ થઈ કેઃ “તે તો બળીને મરી ગયો છે. આપણી સ્થિતિ પણ આવી જ છે.
બધી ચીજોનો બચાવ કરીએ છીએ – પૈસા બચાવો છો, નાની-મોટી ચીજો બચાવો છો, પરંતુ અંદરનો આત્મા બળી રહ્યો છે.
આત્માનું રક્ષણ નહીં કરો, પરંતુ સંસારને બચાવશો – આ છે અજ્ઞાન દશા.
તમે વિચારો : પહેલાં શરીરને બચાવવું છે, જે શરીર બચશે તો, બુદ્ધિથી, દિમાગથી વધુ પૈસા કમાઈ લઈશ...
આ રીતે પૈસાથી શરીર મૂલ્યવાન છે. પ્રભુકૃપાથી શરીર બચ્યું. તે પાછો ભારતમાં આવી ગયો.
વરસો પછી જિંદગીનો અંતિમ દિવસ આવ્યો ! આત્મા મૂલ્યવાન છે.
તમે માની લીધું કે પૈસાથી શરીર વધુ મૂલ્યવાન છે. પરંતુ એ શરીરમાંથી આત્મા નીકળી જાય તો ? તો પછી એ શરીરનો સ્પર્શ પણ કોઈ નહીં કરે. તમને કોઈ પાસે નહીં રાખે. ઘરના માણસો જ કહેશેઃ “આને અહીંથી જલદી બહાર કાઢો.” શરીર પર ઘરેણાં હશે તો ઘરના જ ડાકુ લોકો લૂંટી લેશે !
જેને માટે તમે સર્વ છોડ્યું તે તમને છોડી દેશે.
પૈસાથી મૂલ્યવાન શરીર, શરીરથી મૂલ્યવાન આત્મા– તે શાશ્વત છે.તો એવા આત્મા માટે તમે ચોવીસ કલાકમાં કાંઈ કરો છો ? પૈસા C/class સર્વન્ટ છે એના માટે ૨૪ કલાક અને આત્મચિંતન માટે કેટલો સમય રાખો છો?
જે છોડવાનું છે, જે અશાશ્વત છે, તેમાં આસક્તિ કેટલી? આસક્તિ એ ભ્રમ
જે સ્વયં છે, જે શાશ્વત છે, જે સાથે આવનાર છે તેને માટે એક કલાક પણ નહીં ? ઘર્મદશા પ્રાપ્ત થઈ જાય તોપણ અંતરાત્માને આનંદ નહીં ? કેમ ? અનાદિકાળના સંસ્કારો જે દુષણોનાં પડ્યા છે તેને તો દુર કરવા માટે સમય નથી લક્ષ્ય નથી તમારી પાસે. ત્યાગની ભૂમિકામાં મન રડે, વિના કારણે પરેશાન થાય, જ્યાં ત્યાગનો ભાવ જન્મે ત્યાં ચિત્ત ઉદાસ બની જશે. જ્યાં સંસારનું નિયંત્રણ આવશે ત્યાં ચિત્ત પ્રસન્ન બને અને પરોપકારનું કાર્ય આવશે તો ચહેરો એવો બની જશે જાણે એરંડિયું લીધું હોય !
આત્મતત્ત્વનો પરિચય થશે તો, પરવસ્તુનો ઉપયોગ પરોપકાર માટે થશે અને સ્વ” જીવનનું સર્જન કરશે. એટલા માટે બાહ્યમાં “સ્વ”ની કલ્પના કરવી યોગ્ય નથી.
For Private And Personal Use Only