________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રવચન ૫રાગ
૫૧
ગુપ્તદાન
પરોપકારમાં દેવાની વાત આવશે તો બજારની મંદીને યાદ કરાવી દેશો. ઘણાં બધાં બહાના બતાવશો.
પરંતુ સેલટેકસ યા ઇન્કમટૅસ ઑફિસર પાસે અથવા પોલીસ-સ્ટેશન પર જવું પડે ત્યારે ? તમારું એક ખાતું પકડાઈ ગયું અને ઑફિસર કહે કે આ ખોટી એન્ટ્રી છે. એના પર પેપરવેઈટ રાખો નહીં તો પેપર ઊડી જશે. ત્યાં કોઈ બહાનાં બતાવશો ? તે દસ હજાર કહેશે તોપણ સમર્પણ કરી દેશો.
Forgive and Forget – ગુપ્તદાન.
ને અરિહંત પરમાત્માને અર્પણ કરવા હશે તો ? ધર્મ અને દેશ માટે આપવું પડે તો? બહાના બતાવનાર I. T. 2. ને પ્રસન્નતાપૂર્વક સમર્પણ કરશે. આત્મદશાનો પરિચય
આત્મદશાના સ્વભાવનો ખ્યાલ આવશે તો પરોપકારવૃત્તિ આપોઆપ જન્મશે. પછી એ અંધકારમાં નહીં ભટકે. દિવ્ય-પ્રકાશ સ્વયં માર્ગ બતાવશે. ધર્મગ્રંથના સ્વાધ્યાય દ્વારા સ્વયંનો પરિચય થાય છે. પરમાત્મા સુધી પહોંચવાની પ્રક્રિયાનો ત્યાં રાજમાર્ગ મળે છે. આજે ઘર્મ સાહિત્ય વાંચનનો શોખ અને જિજ્ઞાસા કેટલી ? જીવનમાં આનંદ અને પ્રસન્નતા પૂર્વક જીવવા માટે ગહન અભ્યાસ કરવો દિવસે-દિવસે ગૃહસ્થો માટે પણ જરૂરી બનતો જાય છે. માનસિક રોગોનાં પ્રમાણોને ઘટાડવા માટે પ્રાકૃત, સંસ્કૃતનો અભ્યાસ કરવો જરૂરી છે, એના માટે આપણે આપણી સંશોધન વૃત્તિને જગાડવી જોઈએ.
પરમાત્માને પ્રાપ્ત કરવા માટે રસ્તા અનેક છે. પરિચયનાં સાધન અલગ અલગ છે. એટલે એક વાર પરિચય થતાં જ તમે પૂર્ણતા સુધી પહોંચશો.
એક વખત સિંહનું બાળક જંગલમાં રસ્તો ભૂલી ગયું. શિયાળનો સાથ થયો. એની સાથે રહેવાથી એનામાં પણ એના સંસ્કાર આવ્યા. બચ્ચામાંથી એનું સિંહપણું અદશ્ય થઈ ગયું. તે પોતાના સંસ્કાર ભૂલી ગયું. વરસો પછી તે જવાન થઈ ગયું !
એક વાર એક સિંહ વિ. ની ખોજમાં ત્યાં આવ્યો. તેણે જોરથી ગર્જના
કરી...
કારણને પકડો
સિહ ગર્જના કર્યા વિના શિકાર નથી કરતો. આત્મામાં પરમાત્માની પુકાર હોય છે. સિંહ કાર્યને નહીં, કારણને પકડશે. કૂતરાને જે પથ્થર મારશો તો તે પથ્થરને પકડશે ને તેને કરડશે. પરંતુ સિંહને ગોળી મારશો તો તે ગોળીને નહીં, ગોળી છોડનારને પકડશે.
For Private And Personal Use Only