________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૨
પ્રવચન પરાગ મહાવીરનો ઉપાસક કદી પણ નિમિત્તને નહીં માને. તે કારણને પકડશે. તે પૂછશે : આ બધું આવ્યું ક્યાંથી? અજ્ઞાન દશામાં ઉપાર્જન થયેલું જે કાર્ય છે તેનું ફળ છે. મારે આવેલ ફળ સહર્ષ વધાવી લેવું જોઈએ.
કાર્યને નહીં, પરંતુ કારણને જોવાનું છે.
સિંહની ગર્જનાથી બધાં શિયાળો ભાગી ગયાં. સિંહના બચ્ચામાં વરસોથી કાયરતા જીવતી હતી. સિંહત્વનું વીર્યત્વ ચાલ્યું ગયું હતું. એટલે તે પણ ભાગવા માંડ્યું. સિંહે એને પકડી લીધું અને પૂછ્યું : “બોલ, આ કાયરતા તારામાં આવી કયાંથી ?” જ્યાં પરિચય ત્યાં પૂર્ણતા
સ્વયંનો પરિચય ભુલાઈ ગયો. હું પણ શિયાળ છું એવું માનવાથી તે પણ તેના જેવું ડરપોક બની ગયું હતું. એનામાં સ્વયંની પ્રતીતિ નહોતી રહી. તે સ્વયંની જાતને ભૂલી ગયું હતું. સિંહે એને પકડ્યું અને એક જળાશય પાસે લઈ ગયો. સ્થિર પાણીમાં તેને મોં જોવાનું કહ્યું : “તું તારું મોં ને મારું મોં પાણીમાં જો ! તારામાં ને મારામાં, કોઈ ફરક નથી. આપણું સ્વરૂપ એક જ છે !” પરિચય મળતાં જ તે સભાન થઈ ગયું. સિંહે કહ્યું : “હવે કર ગર્જના. સર્વ ભાગી જશે.'
આપણે આ સંસારમાં રહીને શિયાળ જેવા બની ગયા છીએ. પરંતુ તમારામાં જ કોઈ મહાવીર છે, રામ-કૃષ્ણ છે. ગર્જના કરો તો ક્રોધ-કષાય ભાગી જશે. તમને શાસ્ત્રના દર્પણમાં દેખાશે કે તમારામાં, મારામાં યા મહાવીરમાં કોઈ ફરક નથી !
તમને જાગ્રત કરવા માટે જ હું બોલી રહ્યો છું.
તે પરમ સત્ય છે.” આ રીતે જે દિવસે સ્વયંને જાણી જશો તે દિવસે સ્વયંમાં સ્થિરતા આવશે. એટલા માટે જીવનને જોવા-જાણવા માટે ચિંતન કરવાનું છે. તેથી સંસારનાં કષાયોને આગ લાગશે, તે બળીને રાખ થઈ જશે. આગ અને તપ
વિહારમાં રસ્તે જઈ રહ્યો હતો. આવતી વખતે મેં એક કરુણ દશ્ય જોયું. મનોર ગામ પાસે રોકાયો હતો. સામે આદિવાસીઓનાં ઝૂંપડાઓ હતાં. રાતમાં દસથી બાર ઈચ વરસાદ પડી ગયો હતો. ચારે તરફ પાણી જ પાણી. આદિવાસીઓનાં ઝૂંપડાઓ ભીંજાઈ ગયાં હતાં. તેઓએ લાકડાંઓ કાપી ચૂલાઓમાં નાખ્યાં. લાકડાં ભીંજાઈ ગયાં હતાં. ખીચડી પકાવવી હતી. બાળકોને ખાવાનું આપવાનું હતું. કેરોસીન લાકડાંઓ પર નાખ્યું. માચીસની કાંડી લગાવી. વૃદ્ધા લાકડાંઓ જલાવવા માંડી. ટૂંક મારી મારીને એનું મોં લાલચોળ થઈ ગયું. પરંતુ ન લાકડાંઓ જલ્યાં, ન ચૂલો. ઘણા પ્રયત્નો પછી પણ વૃદ્ધા નિરાશ થઈ ગઈ. પછી પડોશમાં જઈને સૂકાં લાકડાં ઉધાર લઈ આવી. સૂકાં લાકડાંઓ જલ્યાં અને ભોજન પણ તૈયાર થયું.
For Private And Personal Use Only