________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રવચન પરાગ
૫૩ અમારું પણ આ જ કાર્ય છે. અમે અહીં આવ્યા છીએ, કારણ કે તમારા તપેલામાં ખીચડી પકાવવી છે. મારા પ્રવચનપ્રકાશથી તમારા હૃયમાં ખીચડી પાકશે – પરંતુ અફસોસ !
સંસારની આસક્તિથી તમારા સ્ક્રય ભીંજાયેલાં છે. ત્યાં આગ નથી લાગતી. એટલા માટે તારૂપી દિવ્ય આગથી દયનાં પાપને ભસ્મ કરો.
જીવનનો આ જ પ્રશ્ન છે. ધર્મમિત્ર
ધર્મ આત્માનો મિત્ર છે. ધર્મના પરિચયથી આત્માનો સંપૂર્ણ પરિચય મળે છે. ઘર્મમિત્રથી આત્મદશાનો સંપૂર્ણ પરિચય મળે છે. એટલા માટે ધર્મતત્ત્વ દ્વારા આત્મતત્ત્વ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. કરુણા અને કલ્યાણ
ધર્મ સિવાય આત્માના સદગુણોનો પરિચય કયાંથી થશે ? મહાપુરુષોના શબ્દોમાં અપાર દયા, અપૂર્વ કરુણા થય છે. ભગવાને પરોપકારની ભાવનાથી એક વાકયમાં કહ્યું છે : “કરુણા એ શબ્દ પ્રાણ દેનારો છે.”
शिवमस्तु सर्व जगतः । मा कार्षित् कोऽपि पापानि ।
આ છે મહાવીરનો આદેશ – સર્વ આત્માઓ નિષ્પાપ બને, સર્વ દુઃખ રહિત હોય. એમની એવી કરુણા હતી કે : “મેં જે પ્રાપ્ત કર્યું છે તે સર્વ પ્રાપ્ત કરે.” મહાવીર સર્વજ્ઞ બન્યા બાદ તેમણે ઉપદેશ દેવાનું કોઈ કારણ નહોતું. પરંતુ જગત અને પ્રાણીમાત્ર પ્રતિ કરુણાભાવથી, વાત્સલ્યભાવથી તેમણે કહ્યું. તેમને જગતમાં પ્રસિદ્ધિની કોઈ આવશ્યકતા નહોતી.
આપણને પરમાત્મા બનાવવા માટે તેમણે પ્રવચન દીધાં. મહાવીરના એ વિચારોને આચારમાં પ્રગટ કરવાથી, આચારમાં જીવંત રાખવાથી જીવન કરુણાનું વટવૃક્ષ બનશે. તેની નીચે અનેક જીવોને શાન્તિનો છાંયડો મળશે. અને પોષણ કરવાનું છે તેનું સદાચરણથી.
સત્યનો પ્રયોગ વ્યવહારમાં કરો. ભાષાશુદ્ધિ
શરીરમાં કાન, નાક, આંખો, પગ, હાથ સર્વ અંગો બે છે. પરંતુ એનું કાર્ય એક છે – પરંતુ જીભ એક છે, અને એનાં કામ બે છે. જીભથી સંસારની વૃદ્ધિ થાય છે. અને જીભથી તેનું વિસર્જન પણ થાય છે. શબ્દ ઉપર ધ્યાન દો અને જુઓ, કે ભેળસેળ તો નથી ? મારી પ્રતિ કોઈની શત્રુતા તો નથી ? મારા શબ્દો પરંપરામાં નવો સંઘર્ષ તો નહીં જન્માવે ? આ વાણી મારી સાધનામાં પ્રતિકૂળતા તો નહીં લાવે? એવો વિચાર કરો, કેમ કે એ સર્વનો આધાર છે ભાષા.
For Private And Personal Use Only