________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૪
આહાર અને વિચાર
જેવો આહાર તેવો વિચાર, જેવો વિચાર તેવો આહાર
વિચાર ધર્મ ઉત્પન્ન ક૨શે કે નવો સંસાર તે વિવેક પર નિર્ભર છે
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આપણો આત્મારામ એક વાર પ્રમાદમાં હતો. તે વખતે તેના નોકરોએ ગરબડ ઊભી કરી દીધી.
જીભ બોલી : યાદ રાખ, મહત્ત્વ મારું છે.
દાંત બોલ્યા : અરે ! તારા પર હકૂમત મારી છે.
જીભ બોલી : ‘યાદ રાખ; મારા પડોશમાં રહીને મારાથી દુશ્મની કરે છે ? બજારમાં ગઈ, અને બે શબ્દ બોલીશ તો બત્રીસી બહાર.' અને ત્યારથી દાંતોને ડર લાગવા માંડ્યો. તે સ્વયં મજૂરી કરી, અન્ન ભેગું કરે છે અને જીભની, આહા૨ની આસક્તિને પોષે છે. જે શરીરનો નાશ કરે છે.
નિયંત્રણથી ફાયદો
પ્રવચન પરાગ
જીભનો દુરુપયોગ થશે તો ભાવાંતરમાં જીભ દુર્લભ બની જશે. એટલા માટે એનો સદુપયોગ કરો.
શબ્દો પર નિયંત્રણ રાખો. તે નિયંત્રણ જીવનમાં આશીર્વાદ બને છે. તે જીવનને વ્યવસ્થિત બનાવે છે. જીવનને સુગંધમય બનાવે છે. વિચાર કર્યા બાદ બોલવું જોઈએ, એમાં જ મનુષ્યની મનુષ્યતા છે. નહીંતર જો બોલ્યા પછી તમે વિચારતા હશો, તો તમે મૂર્ખામાં જ ખપશો.
ધર્મ જીવનનું રક્ષણ કરે છે; ધર્મ માર્ગદર્શન દે છે. ધર્મ શબ્દોથી નહીં, આચરણથી પ્રગટ કરો.
જે પ્રાપ્ત કરું છું તેને મારે છોડવું છે. આત્મા સાથે દેહનો સંબંધ કેવો ?
ધર્મનો વિયોગ આત્મા માટે અસહ્ય છે. જગતના વ્યવહારની ધમાલમાં આત્મા રુદન કરે છે.તે રુદન, તેની પુકાર સાંભળવા માટે કોઈને સમય નથી. દરરોજ બંગલાની બહાર બોલતી કોયલોને, વૃક્ષના વિકાસને નિહાળ્યો છે ? ચોમેર કુદરતે બધી જ વસ્તુઓ પાથરી છે શાન્તિ મેળવવા માટે પણ મેળવી ન શકયા.
આત્મા અને દેહ
For Private And Personal Use Only
શાહી અને કલમનો સંબંધ જુઓ. ચોપડીમાં કલમથી, શાહીની મદદથી લખી શકાય છે. કલમ પર રાખડી બાંધવામાં આવે છે, તે સંકલ્પનું પ્રતીક છે. કલમને લાગે છે, કે મારાથી અપ્રિય અને ખરાબ કાર્ય ન થાય.