________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રવચન પરાગ
૪૯
વિના ચિત્તને સ્વસ્થ રાખી શકે છે. પરમાત્માનો અનુગ્રહ આનાં માટે અવશ્ય જરૂરી બને છે. તે સિવાય આ શક્ય નથી – આ છે ભેદ-વિજ્ઞાન.' અજ્ઞાન દશા
અજ્ઞાન દશામાં પારકાઓને પોતાના માન્યા, પોતાનો પરિચય પણ ન થયો. રાગદ્વેષમાં જીવન વિતાવ્યું. વૈષ કર્યો તેનાથી જીવન જ્વાળામય બની ગયું!
આધ્યાત્મિક ભૂમિકાથી જેવું જોઈએ કે “હું કોણ છું?' જગતનું મૂલ્યાંકન શા માટે? સંસારની સર્વ ચીજોનું મૂલ્યાંકન કરો છો પરંતુ સ્વયંનું મૂલ્યાંકન કર્યું?
તમારા ગામથી મુંબઈ ગયા. લાખો કમાણા. પરમાત્માની કૃપાથી સાધન, પરિવાર, બંગલા, કાયા વૈભવ પ્રાપ્ત થયો.
આવા વિચારો કરો કે નહીં? પણ લાખો લઈને ગયા હો, અને ગાંઠની લંગોટી પણ જતી રહે ત્યારે શું વિચારો ? “આ સર્વ મારી બુદ્ધિનું પરાક્રમ છે.' આનાથી જ વૈભવનો નશો ચડી ગયો. આ નશામાં તમે પરમાત્માને ભૂલી ગયા છો, આત્માને ભૂલી ગયા છો, ત્યારે જો શરીર પર કર્મનું આક્રમણ થાય અને ડૉકટર કહે : “તમારી તબિયત ખતરનાક છે, બેન-ટ્યૂમર છે, શરીરમાંથી શક્તિ ચાલી ગઈ છે, બ્લડ સરકયુલેશન બરાબર નથી થતું, ઑપરેશન કરવું પડશે. ૯૯.૯૯ ટકા જોખમ છે. એટલે આ ઓપરેશન અહીં નહીં થાય. તમારે લંડન જવું પડશે. ત્યાં એના જાણકાર ડૉકટર છે. તેને બતાવીને ઑપરેશન કરાવવું પડશે.' | ડૉકટરે મૃત્યુનું સર્ટિફિકેટ દઈ દીધું. તમે જાણો છો? ચીનમાં આવા ડૉકટરોને એકસપર્ટ માનવામાં આવે છે, કે જેના હાથે ઘણા પેશન્ટ મરી ગયા હોય. કારણ કે ઘણાં પેશન્ટોને મારીને તે પ્રયોગમાં સફળ હોય છે.
“હવે શું કરું? લંડન જાઉં ? બેંક-બૅલેન્સ પુરું થઈ જશે, લોન લેવી પડશે, મકાન ગીરવી મૂકવું પડશે. આવી સ્થિતિમાં તમે શું કરો ? પૈસા જોશો કે શરીરનો બચાવ કરશો? હા, ગમે તે કિંમત પર શરીરનો જ બચાવ કરશો. કેમ કે પૈસાનો માલિક શરીર છે; કોઈ પણ હાલતમાં માલિકને બચાવશો. પણ તે પણ અજ્ઞાન દશાનું લક્ષણ સમજજો. આત્માને બચાવો
એક મકાનને આગ લાગી, જે લાકડાનું હતું. લોકોએ આવીને પ્રયત્નપૂર્વક એને બચાવવાનો પ્રયત્ન કર્યો. પરંતુ એ મકાનને બચાવવાનો પ્રયત્ન એટલા માટે કરતા હતા કે પાસેના મકાન સુધી આગ ન ફેલાય.
“બીજાના રક્ષણમાં જ પોતાનું રક્ષણ છે.” એ ભૂલી ગયા. સ્વાર્થમાં અંધ બનીને,
યાદ રાખજો બીજના આત્માને બચાવવો તે પોતાના આત્માને બચાવવા બરાબર છે.
For Private And Personal Use Only