________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રવચન પરાગ
૧૪૫
પેપરમાં આ પ્રસંગ આવ્યો હતો.
“અહિંસાના પરમાણુ અસર કરે છે. અહીં સિગ્નલમૅનના મનમાં અહિંસાની ભાવના હતી. તે પ્રબળ પરમાણુની અસર નાગ પર થઈ. તે ભયંકર સર્પ હતો. તેના પર જોરથી પગ રખાયો હતો. પરંતુ તેણે ડંખ ન માર્યો. ચૂપચાપ પડ્યો રહ્યો અને પગ હટતાં જ તે ઉપદ્રવ કર્યા વગર, ચૂપચાપ ચાલ્યો ગયો.
આ શુભ આશયનું – શુભ સંકલ્પનું ફળ છે.
હેમુએ વિચાર્યું : “હું શ્રાવક છું, બાદશાહનો પ્રધાનમંત્રી છું. આ બધાંને અગર ન બચાવું તો મારો ધર્મ શા કામનો ?' વિરોધીઓએ વિચાર્યું કે આ સરસ મોકો છે, જે લોકો માટે કાંઈ નહીં કરે તો લોકો ધિક્કારશે અને કાંઈક કરશે તો સુલતાન જરૂર ગુસ્સે થશે. આ રીતે તેનો કાંટો નીકળી જશે. હેમુ પાસે રાજમુદ્રા હતી. બાદશાહ તે રાજમુદ્રા આપીને શિકારે ગયા હતા. હેમુએ વિચાર્યું : આ સરસ મોકો છે. તેણે રાજમુદ્રા લગાવીને હુકમ બહાર પાડ્યો કે સર્વને છોડી દો !
વિરોધીઓ ખુશ થઈ ગયા. હવે રાજા ગુસ્સો કરશે. જેવા રાજા આવી ગયા, વિરોધીઓએ એના કાન ભંભેરવા શરૂ કરી દીધા : “આપની ગેરહાજરીમાં આપના જ હુકમનો અનાદર કરીને, સર્વ કાફરોને છોડી દીધા.' આપની ઈચ્છાવિરુદ્ધ થયું. રાજા એકદમ ગુસ્સે થઈ ગયો. તેણે વિચાર્યું, મારી ગેરહાજરીમાં મારો વિશ્વાસઘાત ! કશા પણ ટેકસ લીધા વિના છોડી દીધા ! સત્તાનો દુરુપયોગ !” - રાજાએ તેમને બોલાવ્યા : “મારો વિશ્વાસઘાત ! તારા જાતભાઈઓ માટે આવું કર્યું તેં ? તને ખબર છે હવે આને શું પરિણામ આવશે ? તું બેમોત મરીશ !...” આગ ભડકી ઊઠી !
“કર્તવ્ય અવશ્ય કર્તવ્ય. પ્રાણ કેઢે ગેતેરડપિ”
જે કરવા યોગ્ય છે તે પ્રાણાન્તપૂર્વક કષ્ટ આવે તો પણ કરવું જોઈએ.’ હેમુ આ જાણતો હતો. મહાવીરે જે કહ્યું હતું મંગલ કાર્ય, કર્યું હેમુએ. સુલતાને ગર્જના કરી કહ્યું : “દંડ લીધા વગર ગુનેગારોને છોડી દીધા ? એનું પરિણામ ભોગવવા તૈયાર થઈ જા !”
હેમુ બોલ્યો : "હું મહાજન છું! હું ગદાર નહીં બનું. મેં આપનો વિશ્વાસઘાત નથી કર્યો ! તે સર્વ આપને બદદુવા દઈ રહ્યા હતા. આપનું સત્યાનાશ થઈ જાય એવી ખુદાને ફરિયાદ કરી રહ્યા હતા. એની અસર આપને લાગે એ હું કેમ સહન કરી શકું? જે પરિણામ આવશે તે સહન કરીશ. પરંતુ ખુદાના દરબારમાં આપની વિરુદ્ધ ફરિયાદ જાય એ હું કેવી રીતે સહન કરી શકું? એટલા માટે મેં એને છોડી દીધા.” હેમુ બોલવા લાગ્યો : મેં આવું સમજીને આ કાર્ય કર્યું છે. આપના વિશે કોઈ ખરાબ બોલે તો હું આપનો સેવક, કેવી રીતે સહન કરી શકું?
For Private And Personal Use Only