________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૬
પ્રવચન પરાગ સુલતાન પ્રસન્ન થઈ ગયો : તે બોલી ઊઠ્યો : “સારું ક્યું ! સારું કર્યું ! તને તો ઈનામ દેવું જોઈએ.”
બુદ્ધિનો ઉપયોગ સમજીને કરવો જોઈએ. પ્રાણની બાજી ભલે લગાવવી પડે, પરંતુ સત્કાર્ય તો કરવું જ જોઈએ. પરોપકાર મહાન કાર્ય છે. ધર્મના રક્ષણનો સદવિચાર સર્વના રક્ષણનો વિચાર છે.
જ્યાં સવિચાર ત્યાં સદાચાર ! જ્યાં સદાચારનું પાલન ત્યાં સફળતા. આવી સદાચારી વ્યક્તિ પ્રાણની પણ આહુતિ આપી શકે છે.
આવું મહાકાર્ય કર્યા પછી પણ મૃત્યુ આવે તો એ મહોત્સવ બની જાય.
વિચારમાં અસ્થિરતા ન જોઈએ. આચારમાં પૂર્ણતા પ્રગટ થવી જોઈએ છે. આપ અપૂર્ણ છો, તો શાસ્ત્ર એ પૂર્ણ કરે છે. આપ અંધકારમાં ભટકતા હશો તો શાસ્ત્ર આપને પ્રકાશ આપે છે – પ્રવચન ગતિ આપે છે. તેનાથી આપ લક્ષ્ય સુધી પહોંચી શકો છો.
સાધુ શું કામ કરે છે?
લોઢાનો નાનો ટુકડો પાણીમાં ડૂબી જાય છે અગર તેની નાવ બનાવી દેવાય તો તે તરવા લાગે છે, આવું કામ સાધુનું છે – લોઢા સમાન જીવનનૌકાને નાવ બનાવવા યોગ્ય તૈયાર કરી આપને બચાવે છે. વિષય અને કષાયના પતનથી બચાવે છે. આપના જીવનમાં દુર્ઘટના નહીં થવા દે. શાસ્ત્રના માધ્યમથી આપના જીવનને ઉન્નત બનાવશે.
પરંતુ અહં લઈને આપ જાઓ તો આપને કાંઈજ પ્રાપ્ત નહીં થાય. હું કાંઈક છું - I am something - એવું કહેનારા કાંઈ પણ પ્રાપ્ત નહીં કરી શકે. પરમાત્મા પાસે શૂન્ય બનીને જશો તો પૂર્ણતા પ્રાપ્ત કરી શકો છો. અહીં આપ આવી જાઓ, આપના પ્રશ્નના સમાધાનપૂર્વક ઉત્તર મળી જશે. સર્વ સમસ્યાઓ સમજી શકાશે.
પોતાના જીવનમાં લઘુતા – નમ્રતા હોવી જોઈએ. અહમનો અભાવ હોવો જોઈએ. જ્યાં અહંનો ભાવ આવી જાય ત્યાં જ્ઞાન નષ્ટ થાય. જ્ઞાનશૂન્ય સારું અથવા તત્ત્વજ્ઞાન સંપૂર્ણ સારું – હું જાણું છું એ સર્વનાશ કરે છે.
હેન્રી ચોથાના સમયમાં બનેલી ઘટના છે. તેનાથી આપ આપની જાણકારીનો પરિચય પ્રાપ્ત કરી શકો છો. તમે તમારા મનના અરીસામાં જોઈને જાણી શકશો કે આપ કેટલા જાણકાર છો.
હેન્રી રાજાએ તે વખતે દરબારમાં એક વાર જાહેર કરી દીધું કે જેવો તાજમહલ હિન્દુસ્થાનમાં છે તેવો જ અહીં બનાવવામાં આવે. તો તેના વિશે જાણવા થોડાક લોકોને ત્યાં મોકલવા વિચાર્યું. પરંતુ ત્યાં સુધી કોણ જઈ શકે ? જે હિન્દી જાણતો હોય છે. તો હિન્દી જાણનારની શોધ થઈ. ત્યારે તૂટીફૂટી હિન્દી જાણનાર મળી
For Private And Personal Use Only