________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રવચન પરાગ
૧૩૭ કોઈ બિલ પાસ કરાવવું હોય તો તેને માટે પોપની અનુમતિ જોઈએ. ધર્મની દૃષ્ટિથી કાયદાનું તો નુકસાન નથી થતું ને?
પોપે જોયું કે લોકોમાં અંધશ્રદ્ધા વધી ગઈ છે. તેમણે કહ્યું : “જેને સ્વર્ગમાં જવું હોય તે દસ પાઉન્ડ દઈને ચિઠ્ઠી લઈ જાય તો એને માટે સ્વર્ગનું દ્વાર ખુલ્લું હશે.” આ છે અંધશ્રદ્ધા.
આવી અંધશ્રદ્ધાનો પ્રતિકાર શ્રમણ ભગવાન મહાવીરે કર્યો. આવા અંધકારમાં આપ ભટકતા રહેશો તો આપના લક્ષ્ય સુધી નહીં પહોંચી શકો. તેને માટે સમ્યક દર્શન જોઈએ.
જ્યાં વિવેક દૃષ્ટિ આવી જય, જ્ઞાન – પ્રકાશ આવી જાય – સમ્યક દર્શન આવી જાય તે સત્ય છે.
આત્માનું કર્મ અલગ નથી, પરંતુ અજ્ઞાન દશામાં કર્મનું બંધન રહે છે. અજ્ઞાન દશા દૂર કરો અને યથાર્થ સ્થિતિને અપનાવો.
અંધશ્રદ્ધા આવી હોય છે.
પ્રાત:કાળનો સમય હતો. હું મંદિરમાં જઈ રહ્યો હતો. રસ્તામાં જતા-આવતા સમયે એક ભાઈ રોજ વંદન કરતા હતા. તે ભાઈ પાપની નિંદા કરતા હતા, પ્રતિક્રમણ કરતા અને મોક્ષની તરસ લઈ ઉપાશ્રય આવતા હતા. મને એવું લાગતું કે આ ભાઈ કેટલા શ્રદ્ધાળુ છે. એક દિવસ જ્યારે મેં તેમને દુકાને જતા સમયે જોયા તો ત્યાં તેણે ડબલ રોલનું કામ શરૂ કરી દીધું. અહીં પરમાત્માને વંદન કરે, સાધુઓને પણ વંદન કરે અને ત્યાં દુકાન પર તાળાને પણ વંદન કરે. એક વાર નહીં ચાર-પાંચ વાર. ત્યાર પછી દુકાનમાં પ્રવેશ કરે છે. અહીં એવું કહે છે કે “પૈસા એ પાપ છે, સજ્જન પુરુષોએ એને સ્પર્શ નહીં કરવો જોઈએ.”
“ધનનું રક્ષણ કરે તે શૈતાન મનનું રક્ષણ કરે તે સંત !'
મનની અંદર વિષયનો પ્રવેશ ન થાય તેની આપણે ચિંતા રાખવી જોઈએ. અંદર અંતરાત્મા સુરક્ષિત હશે તો લક્ષ્મી દાસી બનીને આવી જશે.
પ્રથમ તાળાને નમસ્કાર, તેના પછી કેશ-બૉક્સને નમસ્કાર, તેને આધ્યાત્મિક ભાષામાં પૉઈઝનબૉકસ કહે છે. પરંતુ પૉઈઝન–બૉકસને અતિ પ્રેમથી નમસ્કાર કરે છે.
એટલા માટે સાંજે પ્રતિક્રમણ કરનારો માનવ બીજી વાર શા માટે ચાલે છે ? પ્રતિક્રમણ' તેનો અર્થ છે રિહર્સલ કરવું, પાછા વળવું. પ્રતિ એટલે પાછા ફરવું અને ક્રમણ કરવું. “સંસારથી પાછા ફરી સ્વયંમાં આવી જવું.’ આ વૈજ્ઞાનિક ક્રિયા છે. પ્રત્યેક પ્રકારની હિંસાનો ત્યાગ, અસત્યનો ત્યાગ, ચોરીનો ત્યાગ, અબ્રહ્મનો ત્યાગ,
For Private And Personal Use Only