________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૬
પ્રવચન પરાગ છોડ્યું છે પરંતુ દયમાં સંસારના વિચારોની ભીડ છે. બહારની ભીડ ઓછી થઈ ગઈ તો અંદર ભીડ નિર્માણ ન થાય તેની કાળજી રાખો.
તમારા મનોવિકાર જ સાધનામાં બાધક બને છે. મહાપુરુષોના જીવનમાં ગંભીરતા હોય છે. તેની લઘુતા તેના જીવનને ઊર્ધ્વગામી બનાવે છે. જલબિંદુ સૂરજની ગરમીથી ઉપર આવે છે. કોઈ સાધક કવિ હતો – એણે નાના બિંદુને પૂછ્યું : તું તો બહુ નાનું છે. તારી શક્તિ શું? નાનું બિંદુ બોલ્યું : અમે તો ઉપરથી નીચે મહાન બનવા માટે આવીએ છીએ અમારી સાધના પૂર્ણ કરવા માટે. અમારામાં એટલી શક્તિ નથી કે વિશાળ સાગર પી જઈએ. બિંદુ નીચે આવ્યું. અનેક બિંદુ મળી ગયાં. અને તે ઝરણામાં વ્યાપક બની ગયાં. ઝરણાને પૂછ્યું: “તું ક્યાં જઈ રહ્યું ?' ઝરણું બોલ્યું : “વ્યાપક બનવા માટે. મહાન બનવા માટે.' પછી અનેક ઝરણાંઓ એક થઈને એ નદીમાં, ગંગા નદીમાં વહેવા લાગ્યાં. વ્યાપક બની ગયાં – વિશાળ થઈ ગયાં. ગતિ આવી ગઈ. નદીને પૂછયું : “તું ક્યાં જઈ રહી છો ?' જવાબ મળ્યો : “મહાન બનવા માટે.” બિંદુ મહાન બનવા માટે નીચે આવ્યું. ઝરણું મહાન બનવા માટે નીચે વહેવા માંડ્યું.
નદી મહાન બનવા માટે આગળ આગળ દોડવા લાગી. તે બિંદુએ ગંગાનુ સ્વરૂપે પ્રાપ્ત કર્યું. તે નદી વહીને મહાસાગરમાં વિલીન થઈ ગઈ. તે મહાન બની ગઈ. વિશાળ બની ગઈ. વ્યાપક બની ગઈ.
બિંદુ પણ લઘુતાની સાધનાથી સમુદ્ર બની જાય છે. સાધનાના ક્ષેત્રમાં પ્રતિષ્ઠાથી નીચે ઊતરી લઘુતા સ્વીકારે તો તે સમષ્ટિરૂપ બની જાય છે. અસાધારણ બની જાય છે. તે આત્મા પૂર્ણ બની જાય છે. પરમાત્મા બને છે. જગતપતિ બની જાય છે.
પરંતુ કોઈ પણ એવો વિચાર નથી કરતું કે હું શું છું? હું કોણ છું? પરંતુ પ્રત્યેકનો પ્રયાસ મારા દેખાડાનો જ હોય છે. ત્યાં જ્ઞાનનો વિકાર ઉત્પન્ન થાય છે. તે સારીય શક્તિનો નાશ કરે છે. વ્યક્તિની મનોદશા કેવી હોવી જોઈએ ? ત્યાં સમ્યક જ્ઞાન – સમ્યક દર્શનનું અનુશાસન જોઈએ. “સમ્યફ' શબ્દ તે વિશેષણ એને માટે છે કે જ્ઞાનનો દુરુપયોગ ન થાય. જ્ઞાનનો દુરુપયોગ એટલે સર્વનાશ.
ઍટમબૉમ્બ બનાવનારમાં જ્ઞાનનો અભાવ નહોતો. વિનાનિયંત્રણનું જ્ઞાન એટલે કે જાત(ખુદ)નો સર્વનાશ. ચાર્લ્સ નિકલ્સન ઍટમબૉમ્બનો પ્રણેતા હતો. તેને પ્રમુખ રુઝવેલ્ટે બોલાવીને, રાષ્ટ્ર ખાતર ઍટમબૉમ્બને સમર્પણ કરવા કહ્યું. એમ થયું. તેનો પ્રયોગ જાપાનનાં બે શહેરો – નાગાસિકા અને હિરોશીમા પર થયો. લાખો મરણ પામ્યા.
તેને જ્ઞાન ના કહેવાય. પોપ યુરોપના શક્તિશાળી ઘર્મગુર. તેની શક્તિ વિશાળ. પાર્લામેન્ટમાં અગર
For Private And Personal Use Only