________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રવચન પરાગ
૧૩૫ આ ખાધું છે. આજ આ ઉત્તમ વસ્તુ (વાનગી) હતી. ઘરના ભોજન માટે, આવો કોઈ પ્રયાસ નહીં કરો તો તે સભ્યતા હશે.
તેવી જ રીતે ભજન, તીર્થયાત્રા, જ્ઞાન વિશે પણ ઢોલ પીટવો યોગ્ય નથી. એટલા માટે ભોજન પ્રગટ કરો ને ભજન ગુપ્ત રાખો.
ભજન દ્વારા અગર સાધના પ્રગટ થશે અને તેનાથી અપચો થશે તો આત્મા કઈ રીતે બળવાન બનશે?
- ધર્મક્રિયા પ્રગટ થઈ જાય તો તેનો અર્થ, આત્માનું ઘન લૂંટાઈ ગયું એમ સમજજો.
જે કરો તેને માટે મૌન રાખો. “જે હું કરું છું તેને માટે ક્તભાવ નહીં હોવો જોઈએ. જે થયું, તે પરમાત્માની કૃપાથી થયું. “હું કરું છું એમાં દુર્ગધ છે – તે પતનનો માર્ગ છે. તે પ્રયત્ન પૂર્ણતા પ્રદાન નહીં કરે.
નાની માખી હાથી ઉપર બેઠી. માખીએ હાથીને કહ્યું: “હું તારા પર બેઠી છું તો મારું વધુ વજન તો નથી લાગતું? જો તું કહે તો હું ઊડી જાઉં!' હાથીએ તેના તરફ ધ્યાન ન આપ્યું. આગળ ચાલતાં નદી આવી. નદી ઉપર જીર્ણશીર્ણ પુલ હતો. તો માખીએ કહ્યું : અરે ભલા આદમી ! આપણે બંને અગર આ પુલ ઉપરથી જઈશું તો તારા ને મારા વજનથી કોઈ ભય તો નહીં ઉત્પન્ન થાય? તું કહે તો હું ઊડી જાઉં!
આવી જે આપણી સ્થિતિ છે.
ઘર્મયાત્રામાં સવારી વારંવાર થાય છે. ઘર્મ જ હાથી છે. આપ તેની પ્રશંસા કરો છો. આપ કહેશો : મહારાજે ઘણું સારું કહ્યું. કહેવાનો મતલબ ઈડાયજેશન ! આચરણનો અભાવ, આચરણ બનવું જોઈએ પ્રવચન, જીવનની ઉમરનાં કેટલાં સ્ટેશન પસાર કરી નાખ્યાં? હજુ આચરણમાં ધર્મને મૂકી ન શક્યાં.
આપને એવું લાગવું જોઈએ કે આવો ધર્મ મળ્યો, આવો અપૂર્વ ત્યાગનો મોકો મળ્યો તો પછી આહારનો ત્યાગ, વાણીનો ત્યાગ અને એના પછી ઘરનો ત્યાગ પણ કરવો.
પ્રવચન સાંભળ્યા પછી સાધુ ન બની શક્યો એનું દુઃખ હોવું જોઈએ.
એક ભલો માણસ હતો. તેણે ઘરનો ત્યાગ કર્યો. રાનજ સૂવા માટે ઉપાશ્રયમાં આવી ગયો. ઘરનો એશઆરામ – ગાદી ત્યાગીને અહીં ચટ્ટાઈ પર સૂઈ ગયો. આહારમાં વિકૃતિ કરનાર પદાર્થનો ત્યાગ કર્યો. તેણે કહ્યું : જીવનનિર્વાહ માટે માત્ર ઘી-દૂધ લઉં છું. તે મહત્ત્વપૂર્ણ વ્યક્તિ હતી. મેં કહ્યું : “જે આપ કરો છો તેને માટે ધન્યવાદ.” પછી ધીરેથી કહ્યું : પુણ્યશાળી, આપે જેનો ત્યાગ કર્યો તે જાળવી જાણો. તેની સ્મરણા શાંતિને ઘટાડે છે. શક્તિ ઓછી કરી દે છે. ત્યાગનો વિચાર ફરી જન્મશે. જે તમે છોડી આવ્યા છો તેને તમે સ્મરણમાં ન રાખો. બહારથી તમે એને
For Private And Personal Use Only