________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૬
પ્રવચન પરાગ સાધના-ધ્યાન દ્વારા તત્ત્વનું માખણ બને છે. પછી કદાચ રહેશે સંસારમાં તોપણ અલિપ્ત. સંસારમાં તે ડૂબશે નહીં.
આશ્રમની સ્થાપના કરવા માટે આદ્ય શંકરાચાર્ય ઘૂમતા હતા. તે દક્ષિણમાં આવ્યા. ત્યાં એણે એક આશ્ચર્યજનક પ્રસંગ જોયો. તે જ પ્રસંગ આશ્રમ સ્થાપવા માટે નિમિત્ત બન્યો. તે ત્યાં ભાવવિભોર બની ગયા. એમણે વિચાર્યું મેં શાસ્ત્રોનું નિર્માણ કર્યું, સર્વ સમસ્યાઓનું સમાધાન પ્રાપ્ત કરી લીધું પરંતુ આ પરમ આનંદ ન મેળવી શક્યા ! વિચારની કુશાગ્રતા
શંકરાચાર્ય સ્નાન કરવા નદીકિનારે ગયા. ત્યાં કોઈ કારણવશ તે ગુસ્સે થઈ ગયા. પ્રાતઃકાળનો સમય હતો. એક હરિજન રસ્તો સાફ કરતો હતો. સ્નાન કરીને આવતી વખતે શંકરાચાર્યને ઝાડુનો સ્પર્શ થઈ ગયો, અને તે ગુસ્સાથી બોલી ઊઠ્યા : “બેવકૂફ ! આંધળા ! જાણે છે, હું કોણ છું? નદીમાં સ્નાન કરીને, પવિત્ર થઈને આવતો હતો તો તારા જેવા અસ્પૃશ્યનો સ્પર્શ થઈ ગયો ! હું અપવિત્ર બની ગયો !”
તે વખતે હરિજને તેમને સમજાવ્યા. ભારતમાં ડાકુઓ પણ સંત બને છે. ભારતીય સંસ્કૃતિમાં ઇમાનદારી છે.
હરિજને હાથ જોડીને કહ્યું: “મને ક્ષમા કરો. પરંતુ મારે પણ આજે સ્નાન કરવું પડશે.”
આ સાંભળીને શંકરાચાર્ય વિચારોમાં ડૂબી ગયા. એને જાણવાની જિજ્ઞાસા થઈ ગઈ કે આ હરિજને શા માટે સ્નાન કરવાની વાત કરી ? તેમણે પૂછ્યું : “તું આ શું બોલી રહ્યો છે ? તારે શા માટે સ્નાન કરવું પડશે ?' હરિજન બોલ્યો : “ભગવાન, મને આજે મહાચાંડાલનો સ્પર્શ થઈ ગયો, એટલા માટે સ્નાન કરવું પડશે.”
હરિજનનું હૃદય સંતના દૃય જેવું હતું. એ જ્ઞાનનો જાણકાર હતો. એના જીવનનો આદર્શ ઉત્તમ હતો. ઉપશમની ગંગા
સાધનાની ભૂમિકામાં ઉપશમ જોઈએ. ઉપશમ સિવાય ચિત્તસ્થિરતા નથી અને ચિત્તસ્થિરતા વિના સત્યની પ્રતીતિ નથી.
હરિજન બોલ્યો : “ભગવાન, આપ જેવા પવિત્ર પુરુષની અંદર ક્રોધ, એ મહાચાંડાલ જેવો છે. તે મહાચાંડાલના સ્પર્શને કારણે મારે સ્નાન કરવું પડશે.
આ સાંભળીને શંકરાચાર્યને પશ્ચાત્તાપ થયો. તેમણે હરિજનને ખૂબ ધન્યવાદ દીધો – કહ્યું : “તેં મને આજે જાગ્રત કરી દીધો. આથી હવે હું ખરેખર સંત બની શકીશ - મેં કરેલું કાર્ય અકાય છે.
For Private And Personal Use Only