________________
Shri Mahavir Jain Aradhana Kendra
પ્રવચન પરાગ
www.kobatirth.org
-
बालादपि हितं ग्राह्यम् ।
ભૂલને સ્વીકાર કરનારા એના સંશોધન માટે જાગ્રત રહે છે. જાગ્રત અવસ્થા સંશોધન કરે છે.
આશ્ચર્ય - રહસ્ય
શંકરાચાર્યે ભ્રમણા કરતાં કરતાં દક્ષિણમાં આશ્રમની જ્યાં સ્થાપના કરી. ત્યાં તેમણે એક આશ્ચર્ય જોયું એનું સમાધાન કરવા તેમણે ત્યાંના આસપાસના ઋષિ-મુનિઓને આશ્ચર્ય વિશે પૂછ્યું ‘આવા તપતા તાપમાં એક ઘાયલ દેડકો ગરમ રેતીમાં પડ્યો તરફડે છે.’
–
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૭
દેડકો તો પાણીમાં રહેનાર કોમળ પ્રાણી છે. કોઈક કારણવશાત્ એના પગ તૂટી ગયા હતા. એ તરફડતા દેડકા પર એક નાગ છાયા બનીને બેઠો હતો કે જેનાથી દેડકાને તાપ ન લાગે. એમને આની પાછળનું રહસ્ય જાણવાની જિજ્ઞાસા થઈ. તેમણે ૠષિ-મુનિઓને પૂછ્યું : ‘આનું રહસ્ય શું છે ? કેમ કે દેડકો સાપનું ભક્ષ છે – છતાં સાપ છાયા કરી બેઠો છે !'
પરમાણુનો પ્રભાવ
ઋષિ-મુનિએ કહ્યું: ‘અહીંની ભૂમિના પરમાણુઓનો આ પ્રભાવ છે, કે અહીં હિંસક પણ અહિંસક બની જાય છે. અહીં વર્ષો સુધી શૃંગેરી ઋષિએ આત્મસાધના કરી. તેના આહાર-વિહાર, આચાર- વિચાર અતિ પવિત્ર હતા. એટલા માટે આ ભૂમિ પવિત્ર બની ગઈ. આ ક્ષેત્રની સીમામાં આવનાર પ્રત્યેક અહિંસક બને છે. તે આચારથી કોમળ અને હૃદયથી દયાળુ બને છે.’
આ સાંભળીને શંકરાચાર્યજીએ નિશ્ચય કરી લીધો કે હું પહેલાં અહીં જ મઠની સ્થાપના કરીશ. આ ભૂમિ તો તીર્થ છે. એટલા માટે પ્રથમ મઠ સ્થાપના કર્યું શૃંગેરીમાં.
આત્મ-જાગૃતિ
વિચારોના પરમાણુની અસરથી સાધના આત્માને જાગ્રત કરે છે. વિચારોમાં જાગ્રત બનેલો આત્મા સત્યનો સ્વીકાર કરે છે. સત્ય એ આત્મામાં પ્રવેશ કરવાનું દ્વાર છે.
For Private And Personal Use Only
‘સત્યથી આગળ વધાય છે. અને–
અસત્યથી ભટકાય છે.'
સત્યમાં તૃપ્તિ છુપાયેલ છે ત્યાં જિજ્ઞાસા પૂર્ણ થાય છે. જ્યાં વિરામ ત્યાં અભયદશા. ત્યાં ચિત્તમાં મગ્નતા, તલ્લીનતા હશે. પછી બાહ્ય પદાર્થો જોવાની ઇચ્છા પણ નહીં થાય.