________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫
પ્રવચન પરાગ આદર્શ વ્યવહાર
વ્યક્તિ સુધરે છે તો સમષ્ટિ સુધરે છે, પરિવાર સુધરે છે, સમાજ સુધરે છે અને રાષ્ટ્ર પણ સુધરે છે. આવા દેશમાં રામરાજ્ય હોય છે. ત્યાંના પરમાણુનું નિર્માણ સૂક્ષ્મ-રિચાર્જ થવાથી સંપૂર્ણ પૃથ્વી તીર્થભૂમિ બની જાય છે. પછી ત્યાં સાધના કરનારાઓમાં શુદ્ધ પરમાણુ રિચાર્જ થાય છે. એટલા માટે જ તીર્થયાત્રા કરવાનું કહ્યું છે. તીર્થયાત્રા
તીર્થભૂમિમાં અનેક અવતારી પુરુષોના પરમાણુનો સ્પર્શ થયો છે. તે સ્પર્શથી સુષુપ્ત આત્મા જાગ્રત બને છે. તેની ભાવના ઊર્ધ્વગામી બને છે. સુવિચારોની પુષ્ટિ થાય છે. તે પરમાણુના પ્રભાવથી પૃથ્વી ધન્ય બને છે. નિરાશક્તિ
બહુ વર્ષો પૂર્વે આદ્ય શંકરાચાર્ય ભ્રમણ કરી રહ્યા હતા. એના મનમાં વિચાર આવ્યો કે સાધના માટે આશ્રમની સ્થાપના કયાં કરું? તે એ સમયના યુગપુરુષ હતા. વેદજ્ઞાતા હતા, આધ્યાત્મિક માર્ગ પર વિચરનારા હતા.
પાણીમાં હાથ નાખવાથી તે ભીંજાય છે, પરંતુ હાથ પર તેલ ચોપડીને મર્દન કરીને પછી પાણીમાં હાથ નાખો તો તે હાથ પાણીથી અલિપ્ત રહે છે. જરા પણ ભીંજાશે નહીં. આધ્યાત્મિક ક્ષેત્ર આવે છે. સાધન્ક-આત્મા સંસારના કીચડમાં કદાચ ઊતરે, તો પણ વૈરાગ્યના મર્દનથી સંસારમાં જાય તેની આસક્તિથી તે અલિપ્ત રહે છે. વૈરાગ્યનું મર્દન કરીને, ધર્મના સાધકને ટ્રાય કરી દે છે, અથવા તો તેની વિષયવાસના, તેનો વિકાર, પાંચેય ઈન્દ્રિયોની વાસનાઓને સૂકવી નાખે છે. તે વિષયોની આસક્તિથી વિરક્ત બને છે. એટલા માટે ધર્મ દિવ્ય અગ્નિ સમાન છે. તે દિવ્ય અગ્નિમાં પાપનો નાશ થાય છે. અને વ્યક્તિ પુણ્યશાળી બને છે.
ધર્મને કારણે વૈરાગ્યમર્દનથી સંસારમાં રહેવા છતાં પણ સંસારની આસક્તિ. વ્યક્તિને ભીંજવી નથી શકતી. એનામાં રહેલી વિષયવાસના સુકાઈ જાય છે. સ્થિરતા
દહીં કેમ બને છે? દૂધમાં સ્થિરતા આવવાથી દહીં બને છે. તે દહીંનું મંથન થવાથી નવનીત પ્રાપ્ત થાય છે. આ છે સ્થિરતાનું પરિણામ.
દૂધની ચંચળતાને દહીંથી સ્થિરતા પ્રાપ્ત થઈ. પછી એનું મંથન પરિણામે માખણ, માખણ છાશમાં હોવા છતાં ડૂબતું નથી. અલિપ્ત રહેશે.
આ જ રીતે, સાધના દ્વારા ચિત્તવૃત્તિને સ્થિર કરી દેવાય તો આત્મામાં માખણ-તત્ત્વ પ્રાપ્ત થશે અને પછી જીવનમાં આંધી આવે, તોફાન આવે તોપણ તે સ્થિર રહેશે.
For Private And Personal Use Only