________________
Shri Mahavir Jain Aradhana Kendra
૪૪
www.kobatirth.org
દર્પણનો સ્વભાવ છે – જોવાનો. છે તેવું જ જોવાનો.
-
દર્પણ જેવું હ્રદય બનાવવું જોઈએ. મનનો સ્વભાવ છે કરવાનો.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દર્પણને બધાનો પરિચય હોય છે; પરંતુ તે કોઈનો સંગ્રહ નથી કરતું. મનને પણ એવું બનાવો – તે સર્વનો પરિચય કરે પરંતુ સંગ્રહ કોઈનો પણ ન કરે. કેમ કે પરિચય કરીને સંગ્રહ કરશે તો સંઘર્ષ જન્મશે. એટલા માટે મનને શાતા, દ્રષ્ટા અને સ્થિર બનાવો.
જીવનમાધુર્ય
પ્રવચન પરાગ
મનને કઈ રીતે સ્થિર કરી શકાય ? ભાષામાં વિવેક અને આહાર પર સંયમ રાખવાથી મનને સ્થિરતા પ્રાપ્ત થાય છે.
જોવાનો. પરિચય
૩. જીવનમાધુર્ય
અનંત ઉપકારી જિનેશ્વર પરમાત્માએ અનંત ઉપકારની ભાવનાથી પ્રવચન દ્વારા આત્માઓને જાગ્રત કરવા માટે સ્વયંની જાગૃતિમાં સ્વનો પરિચય લેવા માટે તત્ત્વનો પરિચય કરાવ્યો છે. એનાથી જો આત્મા અનંતકાળ સુધી ઘોર પ્રમાદ-સુષુપ્ત અવસ્થામાં રહ્યો હોય, તો એનો વિવેક જાગ્રત થઈ જાય, તે જીવન સતત કાવ્યનો મહાગ્રંથ બને, મહા-ઇતિહાસ બને. તે જીવન હાલતી-ચાલતી યુનિવર્સિટી બને, જાગ્રત જીવન અન્ય લોકોને પ્રેરણા આપે, સ્વયં જીવન-જ્યોતિ બનીને પ્રકાશ ફેલાવી દે.
પ્રવચનના પ્રભાવથી જાગ્રત બનેલો આત્મા વર્તમાન જીવનની સ્થિતિપરિસ્થિતિ ૫૨ રુદન કરે છે. ઉદાસીન બની જાય છે. આજના વર્તમાન જીવનમાં ચિત્તની પ્રસન્નતાનો દુકાળ છે. શબ્દમાં રુદન છે, તે જીવન નહીં પરંતુ જ્વાળા છે. તે જ્વાળા પોતાને અને અન્યને બાળે છે.
-
For Private And Personal Use Only
જીવન તાનપુરા
તંબૂરા જેવું છે. તે સ્વરપ્રાપ્તિ માટે અપૂર્વ સાધન છે. તેમાંથી અપૂર્વ સંગીત પ્રગટે છે. તેમાં પણ ત્રણ તાર હોય છે, જેના સુમેળથી મધુર સંગીત નિર્માણ થાય છે. આમેય જીવનના ત્રણ તાર દર્શન, જ્ઞાન, ચારિત્ર્યનો સુમેળ થઈ જાય તો તેમાંથી જન્મેલું સંગીત પરમ આનંદ આપે છે. તે સંગીતની સાધના દ્વારા જીવન પૂર્ણ અને પવિત્ર બને છે. અને શ્રદ્ધાની સ-૨-ગ-મથી જીવન સુંદર, મધુર અને પાત્ર બને છે પરંપરાએ મોક્ષને અપાવનારું બને છે.
તેનાથી મહાવીરના મહાન આદર્શ જીવનમાં પ્રગટે છે અને તે અનેકોને પ્રેરણા આપે છે. તે જીવન સદાચારી ગ્રંથ અને પ્રેરણાનું સ્રોત બને છે. તે પાવર હાઉસ જેવું બની જાય છે, જેનાથી ‘સ્વ’ ને ‘પર’ને પ્રકાશપ્રાપ્તિ થાય છે.