________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રવચન પરાગ
૧૦૧
વિચાર કર્યો. તર્ક લડાવ્યો. બુદ્ધિ દોડાવી. છતાં પણ તેનું રહસ્ય ન પામી શક્યો. હવે તું જ બતાવી દે કે આની પાછળ કયું રહસ્ય છુપાયેલું છે ?
મિત્ર હસવા માંડ્યો. તે બાલ્યો : ‘તું તો બેવકૂફ છો ! એક મિનિટમાં સમાધાન કરી દઉં છું.’
પછી તેણે મુલ્લાને શર્ટ ઉતારવા કહ્યું. એક હાથમાં સાબુ અને બીજા હાથમાં પાણી પકડાવી દીધું. પછી કહ્યું : ‘લે ધોઈ નાખ.
મુલ્લાએ તેમ કર્યું. તે ખૂબ પ્રસન્ન થઈ ગયો. ધન્યવાદ ! ધન્યવાદ ! જેને માટે સવારથી સાંજ સુધી ભટકતો રહ્યો તેનું સમાધાન માત્ર એક-બે મિનિટમાં ! બે ચીજની જરૂર હતી – સાબુ અને પાણીની.
–
વાત તો સાવ નાની છે, પણ એને સમજવાની ભૂમિકા નથી એટલે જ અનેક પ્રશ્નો ઉપસ્થિત થાય છે.
શ્રદ્ધાની સરગમ
આત્મા-પરમાત્મા, કર્મ આદિનું રહસ્ય જાણવા માટે તર્કની જરૂરત નથી. તર્ક એક મહાન અરણ્ય સમાન છે, જેનો અંત નથી. જેમ જેમ આગળ વધશો તેમ તેમ તેમાં ગૂંચવાતા જશો, અટકતા જશો અને નિરાશ થશો.
તેને માટે શ્રદ્ધાની ભૂમિકા જોઈએ. સાધનાની અનુભૂતિ પ્રાપ્ત થાય. આચાર, વિચારની પૂર્ણતા મળે. તેને માટે સર્વથા ત્યાગ કરવો પડે છે, છતાં પણ શોધ અધૂરી જ રહે છે.
નિપાણીમાં રહીને મુંબઈ પહોંચી જવું છે.
સંસારમાં રહીને મોક્ષ મેળવવો છે, તે કેવી રીતે થાય ? જ્યાં સમજવાની યોગ્યતા નથી, પચાવવાની પાત્રતા નથી.
વિશાવ શ્રુતરૂપી સાગરમાંથી જો બિન્દુ પણ પ્રાપ્ત થઈ જાય તો ધર્મ સક્રિય બને છે, તે આશીર્વાદ રૂપ બને છે.
આચાર્ય હરિભદ્રસૂરિ મહારાજ કહે છે કે : ‘આમાં મેં મારા ઘરની વાત નથી કરી. એ મારું ચિંતન નથી. કોઈ વિચાર નથી, પરંતુ પરંપરાથી, જે વિશાળ સાગરમાંથી પ્રાપ્ત થયું તેમાંથી બિંદુમાત્ર ગ્રહણ કર્યું છે, તે છે ‘ધર્મબિન્દુ.’
કર્તાનું કર્તવ્ય
ધર્મબિન્દુના શ્રવણથી સાધના સિદ્ધ થાય છે. પછી જીવનમાં કોઈ ઇચ્છા યા કામના નથી રહેતી. ‘બાલાનામ્ બોધાય.' બાળકોમાં અથવા જેનામાં જ્ઞાનની પરિપકવતા નથી, જેના આચારમાં પ્રવેશ નથી મળતો, પરમાત્માના સિદ્ધાંતોને જેણે પ્રાપ્ત કર્યા નથી, પચાવ્યા નથી, તેમને માટે આ આગમ વિશાળ, અગાધ અને સુંદર
8
For Private And Personal Use Only