________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૨
પ્રવચન પરાગ ઉદ્યાન છે, તેમાં પ્રવેશ કરવાનો માર્ગ બતાવ્યો છે.
સિદ્ધાંતરૂપી બગીચામાં સર્વ ચીજો મળે છે. ધાન્ય માટે, અનાજ માટે ખેતરમાં હળ ચલાવશું તો જ ધાન્ય મળશે. અને ઘાસ તો મફતમાં મળવાનું છે. તે નફામાં. સંસારી અને સાધુ
તેવી જ રીતે મોક્ષ માટે પુરુષાર્થ કરે તેને સંસારની સમૃદ્ધિઓ તો સહજમાં મળી જાય છે. જે સમૃદ્ધશાળી આ· બીજા પ્રકારે યા અન્ય રીતે પ્રાપ્ત ન કરી શકે તે ધર્મની સાધનાથી સાધક સહજ પ્રાપ્ત કરે છે. સાધના સાધુની પણ છે અને સંસારીની પણ છે. સાધુની સાધના શીધ્રગતિએ તો સંસારીની સાધના કીડીની ગતિ સમાન મંદ છે. બેલગાડીમાં બેસીને અમેરિકા ક્યારે પહોંચાય ? એને માટે તો સુપર સોનિક જેટ જોઈએ. સાધુ તો હોલસેલમાં ત્યાગ કરે છે, પરંતુ સંસારી રીટેલમાં. સંસારીની ગતિ ધીમી છે; એટલા માટે એને પ્રેરણાનું પ્રેશર દેવું પડે છે. સાધુ તો સંસારના એકબે રાઉન્ડમાં જ ધ્યેયપ્રાપ્તિ કરી શકે છે, તો સંસારીને કેટલો પ્રયત્ન કરવો પડે છે.? સાધુ સહજરૂપથી પ્રાપ્ત કરી શકે છે. અલ્પની મહત્તા
સંસારી સાધુ બની શકે છે, તે શક્ય ન હોય તો ધર્મામૃતનું પાન કરે. પરમાત્માનાં વચનાદિનું અનુષ્ઠાન કરે, તે ભાવપૂર્વક હોય તો તે ઔષધ બની જશે. આ “ધમબિન્દુનાં સૂત્ર તો નાનાં નાનાં છે, હોમિયોપથિક ઔષધની ગોળી જેવાં. નાની ગોળી હોવા છતાં આખાય શરીરમાં સુંદર અસર કરે છે, આચારના પથ્ય પાલનથી તે અમૃત બને છે. સમર્પણની ભાવનાથી સ્વીકાર્યું હોય તો આત્મા સર્વજ્ઞા જેવો બને છે.
એક યોગી મહાત્મા હતા. કાળના પ્રભાવને કોઈ રોકી નથી શકતું. કોઈ વ્યક્તિને ખબર પડી ગઈ કે આ યોગી પાસે પાર્થ પથ્થર છે. તે સમયથી તે તેની પાછળ પાછળ ઘૂમતો રહ્યો. એક દિવસ યોગીએ તેને પૂછ્યું : “શા માટે મારી પાછળ પાછળ આવી રહ્યો છે? તું સમય અને શક્તિનો દુરુપયોગ કેમ કરી રહ્યો છે? તારી યાચના શું છે ?' - તે વ્યક્તિ બોલી : “મuત્મન્ ! પૂર્વ કર્મ યોગથી હું દરિદ્ર છું. આપની પાસે પા-પથ્થર છે. કૃપા કરીને આપ મને તે આપો. મારો ઉદ્ધાર થઈ જશે. અત્યાર સુધી હું બોલતો નહોતો. આપે પૂછ્યું એટલા માટે સત્ય કહ્યું.” એ વ્યક્તિ એક સમયે સમૃદ્ધ હતી. કર્મના ચક્ર-પરિવર્તનથી એ દરિદ્ર બની ગઈ. પરોપકાર __ साधु यानि परोपकाराय इयंशरीरं
For Private And Personal Use Only