________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રવચન પરાગ
૧૦૦ શબ્દબંધન
શબ્દ એ એક પ્રકારનું બંધન છે. તેનાથી અપાર રહેતા સમુદ્રને નથી માપી શકાતો.
આગંતુક મેઢક : “નહીં નહીં – એનાથી પણ મોટો.” કૂવાનો મેઢક: “તું પાગલ છે. તારા શબ્દને માનવા માટે હું તૈયાર નથી.”
કૂવામાં જે જન્મ્યા ને મોટા થયા એને શું ખબર કે સમુદ્ર કેટલો વિશાળ અને અગાધ છે.
તેવી જ રીતે વિતરાગ શબ્દાતીત, અગાધ, વિશાળ સમુદ્ર જેવો છે. તેનો શબ્દોમાં પરિચય નથી આપી શકાતો. સર્વજ્ઞતાની સ્થિતિની સાધના જોઈએ, તે તર્ક દ્વારા પ્રાપ્ત નથી હોતી. સંશય તો વિષ છે. તર્ક કરનારા કદી પણ પૂર્ણતા નથી મેળવી શકતા. તર્કનું તરકટ
એક વખત બડે મુલ્લા બનીઠનીને બહાર નીકળ્યા. રસ્તામાં ઉપરથી કોઈએ પાનની પિચકારી મારી. મુલ્લાનાં નવાં કપડાં પર પડી. તે તો બહુ તાર્કિક હતા. પ્રત્યેક ચીજ તર્કથી જોતા.
પાનની પિચકારી કપડાં પર પડતાં મુલ્લા ચમક્યા તે તર્ક કરવા લાગ્યા. કોણ થેંક્યું? ક્યાંથી ઘૂંકયું? શા માટે થંકયું? અત્યારે જ કેમ થંક્યું? જાણીજોઈને થંક્યું? હું જતો હતો ત્યારે જ કેમ ઘૂંક્યો ? તે ઘૂંકતો હતો અને હું નીચેથી પસાર થયો ! ઘૂંકનારાની મનોદશા કેવી હતી? એવા અનેક પ્રશ્ન મનમાં ઉપસ્થિત થયા.
જે કાર્ય તર્કથી નથી થતું તે ભાવનાથી થાય છે. મુલ્લા જ્યાંથી નીકળ્યો હતો ત્યાંથી તેણે સંશોધન શરૂ કર્યું. આખો દિવસ ઘૂંકવાથી નિર્માણ પ્રશ્નોનું સમાધાન પામવા તર્ક કરતો રહ્યો. તો પણ તેને સમાધાન પ્રાપ્ત ન થયું. ઈરાદાપૂર્વક પૂંછ્યું? કે મને જોઈને થેંકયું? મને હેરાન કરવા માટે ઘૂંકયું? યા સમજપૂર્વક થેંક્યું? અથવા તે ઘૂંકતા હતા ત્યારે હું નીચે કેમ ગયો ? બીજા પર કેમ ન થેંક્યું? શું તે કોઈ દુશમન હશે? તે વખતે જ તેને ઘૂંકવાની ઈચ્છા કેમ થઈ ?
આવા જ વિચારોમાં તેમણે પોતાનો સંપૂર્ણ દિવસ બરબાદ કર્યો. સમય અને શક્તિનો વ્યર્થ ખર્ચ કરી નાખ્યો. મળ્યું કાંઈ જ નહીં. નિરાશ બન્યો, હતાશ થઈ ગયો, થાકી ગયો ! પછી તે મિત્ર પાસે ગયો. તે બોલી ઊઠ્યો : “અરે, આજે મુસીબત આવી ગઈ.'
મિત્ર: “શું થયું?' મુલ્લાએ પહેલેથી છેલ્લે સુધી વાત કરી. તેનું રહસ્ય જાણવા માટે બહુ જ
For Private And Personal Use Only