________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandiri
પ્રવચન પરાગ
- ૧૯ કરો, પંચાંગ વંદન કરો; આપની ગમે તેવી મુશ્કેલીઓ હશે, ચાલી જશે. તમે આ કરી શકો છો. આ ધ્વનિઓમાં એટલી શક્તિ છે કે માથાના દર્દને મટાડી જ શકે. વાસ્તુ શિલ્પ અનુસાર, તે ધ્વનિ વિજ્ઞાન અનુસાર જો ૐકારની ધ્વનિ તમારી નીકળે ને પરમાત્મા સંમુખ આપે પંચાંગ ખમાસણ દીધું, વંદન કર્યું તો વાયુનો તે કંપન, વ્હાયબ્રેશન થાય છે, તે આપના માથાના દુખાવાને કાઢી નાખે છે – એકદમ શાંતિ મળી જાય છે.
પ્રત્યેક મંત્રના પ્રારંભમાં, પ્રત્યેક અનુષ્ઠાનની શરૂઆતમાં, બધી જ ધર્મક્રિયા, મંગલક્રિયા, પ્રારંભ કરતા પૂર્વે, “આકારનો ધ્વનિ આપણી જૈનપરંપરા અનુસાર, બૌદ્ધ અને હિન્દુ પરંપરામાં – ત્રણેયમાં આ ૐકારનું એક સ્વરૂપ ઇસ્લામમાં પણ આવે છે. તે ત્યાં પણ “અ'થી શરૂ થાય છે. અલ્લાહ તે પણ અકારથી બન્યા છે. તો પ્રત્યેક ધર્મમાં કોઈને કોઈ રીતે તેનો ધ્વનિ પ્રગટ થઈ જાય છે અને તે ધ્વનિ આપણી શાંતિ માટે છે. એનો બીજો કોઈ આશય નથી.
જૈનોમાં એને પરમેષ્ઠી વાચક “ઓ' માન્યો છે. નવકાર મહામંત્ર જે જૈનોનો સૌથી મોટો મંત્ર છે. જેમાં પાંચે પદોના આદ્ય અક્ષરની અંદરથી લેવાયો છે. અરિહંતથી “અ”. અશરીરી માનીએ જે મોક્ષમાં ગયું; જેનું શરીર નહીં, તેનો “અ”. “અ” અને “અ” મળીને “આ” બન્યો અને એની અંદર આચાર્યપદનો “આ' મેળવી દીધો તો “સમાનાને તેની દીર્વમ્' વ્યાકરણના સૂત્ર અનુસાર સમાનથી સમાન અક્ષર મળીને દીર્ધ થઈ જાય છે, તેથી “અ” નો ‘આ’ થયો અને “આમાં ઉપાધ્યાયનો “ઉ' મેળવ્યો તો ‘આ’ અને ‘ઉ' મળીને “ઓ બન્યો. અને અંતમાં મુનિ પદનો “મ' તેમાં મેળવી દીધો તો “ૐ” અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ પાંચેય તેમાં આવી ગયા. એટલા જ માટે આપણે એને પરમેષ્ઠી બીજ માન્યો છે. જૈનોમાં એનું મોટું મહત્ત્વ છે. આપણો એ પ્રાણબીજ છે. એ બહારનું વાતાવરણ શુદ્ધ કરે છે અને તમારા અંતરમાં, જે અનુષ્ઠાનમાં, જે જાપમાં પ્રવેશ થઈ રહ્યો હશે તે માર્ગ ચોખ્ખો કરી દેશે. ગંદકી સાફ કરી, ત્યાં સુવાસિત થઈ જશે. આ પરમેષ્ઠી બીજનો જાપ, એનું વાયબ્રેશન એના પરમાણુ ઉચ્ચારણ કર્યા પછી તમારા મનને સ્થિરતા આપશે. આ છે એનું પ્રયોજન; ને આ છે એનો વૈજ્ઞાનિક ભાવ. પરંતુ શ્રદ્ધાની ભૂમિકામાં કરાય તો શક્તિ મળે છે. અકાદ્ધાથી કશું જ પ્રાપ્ત નહીં થાય. હું કહેતો જઈશ ને તમે સાંભળતા રહેશો. તર્કની ભૂમિકા દ્વારા કોઈમાં – શ્રદ્ધા જન્માવવી એ અશકય જ છે. પરંતુ શ્રદ્ધા સમજાવનારમાં પણ એની યોગ્યતા હોવી જરૂરી છે. પ્રથમ સ્વયં એ યોગ્યતા પ્રાપ્ત કરવી આવશ્યક છે, તો જ આ સર્વ સમજાવવું સરળ થઈ પડે – એને માટે શબ્દ પણ ઉપયોગી થઈ પડે. નીતિ અને નીતિયુક્ત આચરણનો આશય શું છે?
તમારી પાસે એક “કૉઈન' છે અને એની બંને બાજુ સિક્કા કેવી રીતે છે?
For Private And Personal Use Only