________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦
પ્રવચન પરાગ
નીતિ છે. એને જ આચરણ કહેવામાં આવે છે, મૉરલ કહેવાય છે. જો મૉરલ ક્રિયેટ કરાય તો ધર્મપ્રાપ્તિ અતિ સરળ બની જતી હોય છે. તેને ધર્મનું પોષકતત્ત્વ માન્યું છે, એને એનું ઑકિસજન માની લેવાયું છે. આપણે ત્યાં નીતિ અને આચરણ પર્યાયવાચી શબ્દ છે, એકબીજાના પૂરક અને પોષક છે. તે નીતિને, તે જ વાચને પોતાના આચારમાં પ્રગટાવવો તે સદાચાર છે. અને સદાચાર તો ધર્મનું પ્રાણતત્ત્વ છે કેમકે તે ધર્મને શક્તિ પહોંચાડનારી એનર્જી છે. આપણા આચરણ દ્વારા, માત્ર બોલવાથી નહીં; અહીં તો કર્મથી ધર્મને પ્રગટ કરવો છે. આશાના માધ્યમથી નહીં, આચરણ દ્વારા આપણા ધર્મને પ્રગટ કરવાનો છે.
આંતર-જાતીય લગ્ન યોગ્ય છે કે નહીં ?
એક માણસે મને પૂછ્યું : જોકે એ મારો વિષય નથી. મેં તો લગ્ન કર્યાં જ નથી એટલે આ વિષયમાં મારો કોઈ અનુભવ ન મળે. પરંતુ જેણે કર્યો છે, એના અનુભવથી તમે જાણી શકશો કે વર્તમાનપત્રમાં વિશેષ સમાચારો છપાય છે, જેણે ઇન્ટર-કાસ્ટ લગ્ન કર્યાં છે. કેમ કે એમાં તાલમેલ હોતો નથી, સ્વર સમભાવી હોતો નથી, આ જ કારણ એનું અશાંતિનું બની જાય છે. એનાથી બૌદ્ધિક દુર્બળતા આવી જાય છે. તેઓની વચ્ચેની જે પવિત્રતા છે, તે નષ્ટ પામી જાય છે.
આપણા ઋષિ-મુનિઓએ જાતિવ્યવસ્થાની જે મર્યાદાઓ આંકી છે, તે આત્માની તિરસ્કાર ભાવનાથી નથી આંકી. કોઈને નીચા ગણી સ્વયંની શ્રેષ્ઠતા પુરવાર કરવા માટે નહોતી પરંતુ એ એક મર્યાદાની વ્યવસ્થા હતી. જાતિઓની અલગ અલગ પ્રકારની વિશેષતાઓ હતી. તે વિશેષતાઓના રક્ષણ માટે મર્યાદા આંકવામાં આવી કે જાતિની અંદર જ વિવાહ થાય, તો એ વધુ યોગ્ય ગણાશે. જો એવું ન બને તો વિશેષતા ખત્મ થઈ જશે, પરંપરા નષ્ટ બની જશે, પરિણામે સંઘર્ષ વધી જશે. સમજી લો, પરસ્પરમાં કોઈ એવું વાતાવરણ સર્જાશે તો એક કહેશે હું ઊંચો છું ને તે કહેશે હું ઊંચી છું. આમાં આંતર-જાતિયની સમાનતા તો રહેશે જ નહીં ! પરિણામે જીવન સંઘર્ષમય બનશે. સારોય પરિવાર કલેશમાં જલશે. રોજ ન્યૂઝ પેપર તમે જોતા હશો. આનાથી વિશેષ તમારે કયું પ્રમાણ જોઈએ ? વધુ પડતાં સિવિલ મૅરેજ, ઇન્ટરકાસ્ટ મૅરેજ કરનારી વ્યક્તિઓનું શું પરિણામ હશે ? અંતિમ પરિણામ ક્રોધનું પછી મૃત્યુ. એના સિવાય અન્ય પરિણામ શું હોય ? ઘણી વાર મારી પાસે આવીને આવા લોકો રડે છે. કહે, મહારાજ ! હું પશ્ચાત્તાપ અનુભવું છું - આગ લાગે ત્યારે કૂવો ખોદવા નીકળે છે ! સમસ્યા જન્મે છે, પછી સમાધાન માટે તૈયાર થાય છે પણ ક્યારેક સમાધાન પણ મળતું નથી !
તો પ્રથમથી જ જે પ્રાચીનકાળથી વ્યવસ્થા છે, એને સમજીએ તો ? બેશક, મારો આ વિષય નથી. બીજું મને આ વિશે અનુભવ પણ નથી ! પરંતુ ઘર-ઘરમાં જોઉં છું. મને એટલો અનુભવ જરૂર મળી ગયો છે કે આપ લોકોની આ પરંપરા
For Private And Personal Use Only