________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandiri
છે.
પ્રવચન પરાગ જોઈએ તેટલી યોગ્ય નથી. જે આપણી વ્યવસ્થા આપણા દ્વારા યોગ્ય રીતે કરાય તો અલગ અલગ પ્રકારની જાતિઓની પોતપોતાની વિશેષતા કાયમ રહે જે તમે કરો છો, એની જવાબદારી પણ તમારી છે-તમારે શું કરવું એનો નિર્ણય તમારે કરવાનો છે. સાધુ અહીં મૌન રહેશે. સંસારના કોઈ પણ કાર્યમાં સાધુ ભાગીદાર નહીં બને. હું કદી તમારો શેર- હોલ્ડર નહીં બની શકું. તમે આવું કરો એવું પણ હું કદી નહીં કહું. કોઈ પણ સાધુનું આચરણ આવું જ હશે. એ માત્ર નિર્દેશક હશે, પરંતુ અમે કહી તો ન જ શકીએ, કારણ કે અમારી પણ મર્યાદા છે – સીમા છે. પુણ્ય અને પાપનો મતલબ શું છે?
આનો સીધો જ મતલબ છે - સદાચારને પુણ્ય માન્યું છે. પુણ્યનો મતલબ – જે આત્માનું પોષણ કરે તે છે. આત્માનું પોષણ કરે તે ક્રિયાને પુણ્ય માન્યું છે. આત્માનું શોષણ કરે તે પાપ છે. સવિચાર દ્વારા જે કામ તમે કરશો, જેટલો પરોપકાર કરશો તે સર્વ પુણ્ય બની જશે. દાન કર્યું હશે, પરોપકાર કર્યો હશે, કોઈ સવિચાર આવ્યો હશે તે સવિચાર માત્ર પુણ્ય બની જાય છે. જે અહીં ખરાબ વિચાર આવે, કોઈને હેરાન કરો, ખતમ કરો, ક્રોધદશામાં આવી જવું, કોઈને માટે અપ્રિય બની જવું, કોઈ એવી ઘટના ઘટી જાય, પોતાના જીવનમાં કે જેનાથી અપ્રિય બની જવાય તો તે પાપ છે. જે આત્માને સ્વીકાર્ય નથી તે પાપ,અને જે આત્મા સ્વીકારે તે પુણ્ય. બહુ જ સીધી વ્યાખ્યા છે : ““પરોપકારઃ પુણ્યાય પાપાયડ પરપી નમ્.'
મોટા મુલ્લાએ એક વાર કહ્યું : “અરે ! તમે શું સમજે છો, મને ? અલ્લાહનું નામ લઈને નીચે પડીશ તોપણ મારા પગને કશી ઇજા નહીં થાય, એટલો મને મારામાં વિશ્વાસ છે.
બીજા મિત્રે કહ્યું : “એ તો હું જાણું છું કે તમે અલ્લાહનું નામ લઈને મકાનની નીચે પડશો છતાં તમને કશી ઈજા નહીં થાય. તમારા વિશ્વાસને હું જાણું છું. પરંતુ આ વાતો સાંભળનારાઓને શ્રદ્ધા નહોતી. એકે કહી દીધું – “મુલ્લાજી આ વાત હું માનવા તૈયાર નથી. ભાગ્યવશાત્ અમેરિકામાં ઉપરથી નીચે પડીને બચી શકાય છે, એમાં શું મોટી વાત છે? એમાં અલ્લાહને વચમાં શા માટે લાવો છો ?'
તેમણે કહ્યું : “મારે તમારામાં શ્રદ્ધા જન્માવવી છે. તમને વિશ્વાસમાં લેવા છે. તમે નથી સમજતા, બીજી વાર હું જો હું ઉપર ચડીને પડું તો જ તમને વિશ્વાસ બેસશે.”
એમણે કહ્યું : “સંજોગ ! કેટલીય વાર પ્લેનથી પડનારા પણ બચી જાય છે, મુલ્લા ! એમાં કોઈ મોટી વાત નથી.” તે એ વાત ન સમજી શક્યો એમાં સાયકોલૉજી નહોતી કે શ્રદ્ધાપૂર્વક ન સમજી શક્યા – કે ન તકની ભૂમિકામાં હતો ! કેમ કે શ્રદ્ધા એ ધર્મને પ્રાપ્ત કરવાની ભૂમિકા છે. અશ્રદ્ધા એ ધર્મથી વિમુખ થવાની સ્થિતિ છે. આવી અયોગ્ય અથવા અપાત્ર વ્યક્તિને કહેવાનો કોઈ અર્થ નથી ! એમ જ કહી
For Private And Personal Use Only