________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨
પ્રવચનપરાગ
શકાય કે, સાંભળનારાઓ આવી વાતો પસંદ કરતા નથી !
ત્રીજી વાર સાહસ કરીને મુલ્લાએ કહ્યું : “હું ત્રીજી વાર મજિદ ઉપર ચડી જાઉં અને આપણા પ્યારા અલ્લાહનું નામ લઈને નીચે પડું તો તમારામાં શ્રદ્ધા જન્મશે કે ખુદામાં એક શક્તિ છે, દિવ્ય શક્તિ છે જે મારું રક્ષણ કરે છે.”
તો સામેવાળી વ્યક્તિએ કહ્યું : “મુલ્લા ! ત્યારે તો તમે સરકસમાં જ ભરતી થઈ જાઓ. કૂદવાની બહુ સારી કલા છે, તમારામાં. આવી કલા તો મેં હજી નથી જોઈ.”
મુલ્લાએ કહ્યું : “જહન્નમમાં જાય તમારો પ્રશ્ન. મેં તમને સમજાવ્યા. કોશિશ કરી, કે તમારામાં શ્રદ્ધા જાગ્રત થાય. તમે તો એવા અશ્રદ્ધાવાન નીકળ્યા કે મને મસ્જિદથી છેક સરકસ સુધી પહોંચાડી દીધો.
કહેવાનો આશય એટલો જ છે કે તે વ્યક્તિઓની જિજ્ઞાસાઓને શાંત કરવી જોઈએ, જેઓ આપણી શ્રદ્ધાની ભૂમિકામાંથી પ્રશ્નો ઉપસ્થિત કરે છે. જે સ્વયંના વિચારોને લઈને આવે કે ભણવાની ઇચ્છા જન્મ કે મને પરમાત્માની તરસ છે. મારે જાણવું છે એમની ઈચ્છા તૃપ્ત થઈ શકે છે. પરંતુ એને સમજાવવા માટે બૌદ્ધિક ઉપયોગ જ જરૂરી છે. તર્ક જન્માવવો સહજ છે. પરંતુ વ્યાસ ઋષિએ કહ્યું છે :
"अष्टादश पुराणेशु व्यासस्य वंचनद्वयम् पारोपकारः पुण्याय पापाय परपीडनम्"
અઢાર પુરાણોની અંદર વ્યાસ ઋષિએ બે શબ્દો કહ્યા છે: “પરોપકાર તે પુણ્ય છે, અને પરપીડા તે પાપ.” હવે તમે સમજી લો કે આ વ્યાસ ઋષિના શબ્દો છે – આ એનો ખુલાસો છે. ચિંતન શું છે? ચિંતનને શું કહેવાય છે? એની ફલશ્રુતિ શું છે? - ચિંતન એક દિવ્ય અગ્નિ છે. આ એવો ભયંકર અગ્નિ છે, જે પાપને જલાવી શકે છે. આ અગ્નિમાં આટલી શક્તિ છે. ૧૫૦૦ સેંન્ટિગ્રેડ ગરમી પડે છે તો લોઢું પીગળી જતું હોય છે. ૨૫૦૦ સેન્ટિગ્રેડ સેગરમીની અંદર તાંબું અને લોઢું પીગળી જાય છે અને બાષ્પ બની જાય છે. આટલી ગરમીમાં સર્વ ધાતુ પીગળી જાય છે.
કર્મને પીગળાવવા ચિંતનની આગ, દિવ્ય અગ્નિ જોઈએ. જે પ્રચંડ આગમાં આપણાં પાપને ખાખ કરવાં પડે છે. કર્મોને ભસ્મીભૂત બનાવી દેવાય છે. સર્વથા કર્મનો નાશ કરી દેવાય છે – આવી સ્થિતિ કયારે જન્મે ? ચિંતન એક આગ છે. જેવી ચિંતા તેવું ચિંતન. ચિતા તમને બાળે છે અને ચિંતન સર્વને લાવે છે. ચિંતા તે સંસાર છે, અને ચિંતન તે મોર છે. ચિંતાથી મુક્ત થઈને, ચિંતનમાં પ્રવેશ કરવો જોઈએ. જે દિવસે તમે ચિંતનમાં પ્રવેશ કરશો, તે દિવસે તમે સમજી જશો કે આત્માની પરિપૂર્ણતા. શુદ્ધ સ્થિતિનો પરિચય આપને મળી જશે.
For Private And Personal Use Only