________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮
પ્રવચન પરાગ
ઈટલીનો સરમુખત્યાર હતો. તેમણે ત્યાં ઓમકારનાથની પ્રશંસા સાંભળી તેમને બોલાવ્યા અને કહ્યું: મને નિદ્રા નથી આવતી. મેં સ્લીપિંગ ટેબ્લેટસ પણ લીધી. તેની પણ અસર, નથી થતી. આવી વ્યક્તિઓમાંથી સર્વ પ્રથમ તેની પ્રસન્નતા ચાલી ગઈ હોય છે. બીજાઓ પ્રત્યે દ્વેષ કરનાર વ્યક્તિ, એની સ્વયં પ્રસન્નતા નષ્ટ કરતી હોય છે. અશાંતિ, નિદ્રા અને શાંતિને ખાઈ જાય છે. તેણે કહ્યું : તમે મને એવો કોઈ ઉપાય બતાવો, હું ઊંઘી શકું, બહુ દિવસો થઈ ગયા. હું બેચેન થઈ ગયો છું – પાગલ બની જઈશ.
ઓમકારનાથ ભારતીય સંગીત-શાસ્ત્રીય સંગીતના મહાન જાણકાર હતા. શબ્દની અંદર બ્રહ્મ છે, શબ્દની અંદર પ્રચંડ શક્તિ છે. ભગવાન મહાવીર જે સમયે ઉપદેશ આપતા તે સમયે ઉપદેશધારામાં લોકો પોતાની તૃષાને પણ ભૂલી જતા. તરસ ચાલી જતી, ભૂખ મરી જતી, સમયનો પણ તેઓને ખ્યાલ નહોતો રહેતો. તે એ પ્રવાહમાં તણાઈ જતા. ઓમકારનાથે કહ્યું : “હું સંગીત છેડું છું આપ સાંભળશો ? જરૂર. તમે મને સૂવરાવી દેશો ? તમે અવશ્ય સૂઈ જશો. આત્મવિશ્વાસ હતો. તેઓએ સંગીતના ધ્વનિ છેડ્યા. એક એવા રાગનો આલાપ કર્યો, તાનપુરાના તાર ઝણઝણવા માડ્યા. અતિ ક્રૂર, જેને જંગલી કહી શકાય એવી વ્યક્તિ હજારો-લાખોની કલ્લેઆમ કરનાર મુસોલિની, ખૂબ પ્રેમભરી નિદ્રામાં મગ્ન હતો !
આ ઓમકારનાથની કલા. આ શબ્દની તાકાત. શબ્દધ્વનિ. જેને આજની વિજ્ઞાનની ભાષામાં અલ્ટા સોનિક સાઉંડ કહેવાય. આ શક્તિ, હીરા જેવા સખ્ત પદાર્થને પણ પીગળાવી દે છે. આ શબ્દના પરમાણુઓનો ધ્વનિનું કંપન, હીરાની અંદર પણ કંપન સર્જી નાખે છે. અહીં શબ્દોની અંદર તેના ઉચ્ચારણ અને તેના લયની અંદર એક શક્તિ છે. જે તરત શાંતિ આપે છે. એનો પ્રતિધ્વનિ જ્યારે આવે છે, તે પરમ આનંદનું કામ કરે છે. ? "
- પરમાત્માના મંદિરમાં ગયા પછી અને જે સમયે ૐકારના ધ્વનિ સાથે પ્રભુસ્તુતિ થાય છે તો તે સમયે મંદિરમાં શિલ્પ હોય છે. અષ્ટકોણ, ચતુષ્કોણ એનું માપ હોય છે. તે માપની અંદર આપ ધ્વનિ કાઢશો તે ત્યાં ટકરાઈને ફરી આપના કાનમાં આવે છે. તે મેડિસિન બનીને આવે છે. આપણે ત્યાં શિલ્પની વ્યવસ્થાને વાસ્તુશિલ્પ માનવામાં આવે છે.
આપે મિસરના શિલાલેખો જોયા હશે. ત્યાં અલગ અલગ પ્રકારના ઉચ્ચારણો કરવાથી તેનો ધ્વનિ એક પ્રકારે અંદર ભાવ જન્માવે છે. ત્યાં શબ્દોને રાખ્યા છે, તેને અઢી-ત્રણ હજાર વર્ષ વ્યતિત થયાં હોવા છતાં પણ તે આજે પણ મૂળ રૂપમાં જોઈ શકાય છે. આપણાં મંદિરોની શિલ્પ-રચના એ પ્રકારની છે. ત્યાં જઈને જે “ૐકારનો ધ્વનિ નાભિથી જમ્યો ને ત્યાં શુદ્ધ શિલ્પ અનુસાર તે ભાષાના બે પુદ્ગલ, જે તમે તમારાં મુખમાંથી પ્રલિપ્ત કર્યા, છોડ્યા, તે ટકરાઈને પાછા તમારા શરીરની અંદર વ્યાપક બને છે. દવાનું કામ કરે છે. પરમાત્માની સામે જઈને તમે સાષ્ટાંગ પ્રણામ
For Private And Personal Use Only