________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રવચન પરાગ
૧૭
જ છે મોક્ષનું સાધન. તે જ તો અમને સ્વર્ગમાં પહોંચાડે છે. સેવાથી મોટો ધર્મ જગતમાં કોઈ નથી એમ અમે માનીએ છીએ. તમે અંદર પડીને મોટો ઉપકાર કર્યો - મને બચાવવાનો અવસર દીધો. જો તમે ફરી અંદર પડી જાઓ તો મને વધુ પુણ્ય મળશે. ને ફરી એણે ધક્કો મારીને મુલ્લાને અંદ૨ ધકેલી દીધો.
અંદર પડેલા મુલ્લાએ કહ્યું : આ તમે શું કરી રહ્યા છો ?
પાદરી : વારે વારે સેવાનો લાભ મળે એવું ઇચ્છુ છું. આટલી સસ્તી સર્વિસ થોડી રોજ મળવાની છે ? મુલ્લાએ કહ્યું : પણ તમે વારે વારે અંદર ધકેલી ધકેલીને મને મારી નાખશો !
જો આ રીતે ધર્મગ્રંથોનું અધ્યયન થાય અને માત્ર એના શરીરનો જ પરિચય કરીએ અને આત્માની ઉપેક્ષા કરીશું તો એ ઉપેક્ષાનું પરિણામ એ આવશે કે આપણે જીવનમાં પરમાત્માને બદનામ જ કરતા રહીશું. પરમાત્માના શાસ્ત્રને આપણે કલંકિત કરીશું. આપણા આચરણથી જ પરમાત્માની બદનામી થશે. આપણે શબ્દના આશય અને એના રહસ્યને જાણવું જોઈએ. જુદા જુદા ધર્મોમાંં જે કાંઈ સારું છે અને જે સ્વીકારવા યોગ્ય છે અને માનવતાની દૃષ્ટિએ સમાન ધર્મ માનીએ છીએ તેને આપણે ગ્રહણ કરવું જોઈએ.
સંત તુલસીદાસે પણ એમ જ કહ્યું છે : ગ્રંથ-પંથ સબ જગત કે બાત બતાવત દોય – સમસ્ત જગતના ગ્રંથો ને ધર્મો બે વાત શીખવે છે : ‘સુખ દીધે સુખ મળે છે, દુઃખ દીધે દુઃખ.'
તેમણે, ટૂંકાણમાં મધુરતાથી કહી દીધું-‘તમે બીજાને સુખ આપો, સુખ મળી જશે. કોઈને રડાવનાર જીવનમાં કદી હસી નથી શકતો. બીજાને પ્રસન્ન કરનાર જ જીવનમાં પ્રસન્નતાનો અનુભવ કરી શકે છે. બીજાને મારનાર સ્વયં કદી જીવંત નથી રહી શકતો. ઇતિહાસ સાક્ષી છે : હજારો-લાખોની કત્લેઆમ કરનાર સ્વયં મર્યો છે. બીજાને રડાવનાર, સ્વયં રડી રડીને મર્યો છે. આનાથી વિશેષ સત્ય-ધર્મ કયો હોઈ શકે ? પ્રકૃતિનો નિયમ અટલ છે, એની વ્યવસ્થા શાશ્વત હોય છે-તેને અનુકૂળ આપણે જીવન અને આચરણનો ઉપયોગ કરવાનો છે.
પ્રત્યેક ધર્મમાં ‘અ' કારનું ઉચ્ચારણ આવે છે : ‘ૐ શાતિઃ શાંતિઃ શાંતિઃ'નો અર્થ શું છે ?
આ ઍટમોસ્ફિયર નિર્માણ કરવા માટે એક શબ્દ-વિજ્ઞાન છે. આપ જાણશો કે પ્રત્યેક ચીજમાં આદિ અક્ષર અક્ષરમાં એક પ્રચંડ શક્તિ છે. મનમાં વિચારોને આપ અભિવ્યક્ત કરો છો તે કોઈ એક પ્રકારના સંગીતને શ્રવણ કરી લે છે. ઓમકારનાથ ઠાકુર જેવી વ્યક્તિ, સંગીતસમ્રાટ જ નહીં, સ્વર સમ્રાટ-હતા. તેઓ ઇટલી ગયા. મુસોલિનીને આપ જાણતા હશો, કેવો વિચિત્ર સ્વભાવનો હતો. વિશ્વયુદ્ધના સમયમાં તેના રૂપરંગ કેવા હતાં ? હિટલરનો તે સહભાગી હતો. મનસ્વીપણે લડનાર,
For Private And Personal Use Only