________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૦
પ્રવચન પરાગ “નાહં થી બહાર નીકળો; “કોડાં' પ્રાપ્ત થશે. કોણ છો ? હું છું હું એ સ્વયંનું પ્રતીક છે. “હુંમાં રહસ્ય છુપાયું છે. “હું” એ આત્માનું પ્રતીક છે. હું' શબ્દ ગુજરાતીમાં કેવી રીતે લખાય છે ?
આર્ય લિપિ પણ આત્માને જાગ્રત કરે છે.
આજે આપણામાં ભાષાજ્ઞાન નથી. ધર્મ-વિજ્ઞાનની ખબર નથી. બ્રાહ્મી લિપિપદ્ધતિ આદિનાથ ભગવંતે બનાવી છે. દશાંક પદ્ધતિ, શિલ્પ પદ્ધતિ આદિનાથ ભગવંતે બનાવી છે. શિલ્પ કલા પણ સર્વ પ્રથમ કુંભ દ્વારા આદિનાથ પ્રભુએ બતાવી છે દુનિયાને.
કુંભ મંગળ શા માટે છે?
સર્વ પ્રથમ ઋષભદેવે કુંભની રચના હાથેથી કરી એટલા માટે એને મંગળ માનવામાં આવે છે. શબ્દોના અર્થમાં જવાથી તેનાં રહસ્યોની જાણ થાય છે.
હું તમને બાબુસાહેબ કહું તો કેટલો આનંદ થશે! પ્રસન્ન થશો. પરંતુ બાબુસાહેબ શબ્દ કેમ બન્યો? ખબર છે ?
અંગ્રેજ ભારતમાં આવ્યા. તેમણે કલકત્તા, બંગાળ વગેરે જગ્યાઓ પર ઇસ્ટ ઈડિયા કંપનીની સ્થાપના કરી. ત્યાં પોતાની કોઠી શરૂ કરી. આ કંપનીમાં તેમણે સ્થાનિક લોકોને કલાર્કની નોકરીમાં લીધા. બંગાળનું હવામાન ખરાબ હોય છે, કે ત્યાં સરસોં તેલનું મર્દન કરવામાં આવે છે. તે સમયે ઍર-કૂલર નહોતાં.
સ્થાનિક મુનીમ અંગ્રેજ અફસરોને મળવા જતા હતા. અભક્ષ્ય ખાણાથી મુનીમ લોકોના શરીરમાંથી દુર્ગંધ આવતી હતી. બંગાળમાં તેને ઉર્દૂ ભાષામાં “બદબૂ' કહે છે. અંગ્રેજો જ્યારે પણ મુનીમ લોકોને બોલાવતા ત્યારે બદબૂ નામથી જ પુકારતા. એ બદબૂ અહીં આવ, એવા તિરસ્કારથી જ બોલાવતા હતા. બાદમાં બદબૂ શબ્દનો અપભ્રંશ “બબૂ' શબ્દ બની ગયો. બબૂ શબ્દ અંગ્રેજીમાં “Babu' એવો લખાય છે. આ શબ્દનું ઉચ્ચારણ બાદમાં “બાબુ” એવું થઈ ગયું. પછી તો “બાબુ' શબ્દ રૂઢ બની ગયો. હું તમને બાબુ કહું તો કેવું લાગે ?
પરંતુ હવે બાબુ શબ્દને સંસ્કાર મળી ગયા છે. હવે બાબુ શબ્દનો ઉપયોગ આદરભાવથી થાય છે.
હું” શબ્દ પરમાત્માનું પ્રતીક છે. આ શબ્દ પરમ શુદ્ધ છે. આ શબ્દમાં સંગીત છે. “હું” શબ્દ કેવી રીતે લખાય છે?
પહેલાં આઠ બાદમાં પછી નવ અને નીચે સાતડા રૂપે “ઉ”ની માત્રા અપાય છે. કુલ ૨૪.
હું બને બધા મળીને ચોવીસ થાય છે, ૨૪ અવતાર છે, ચોવીસ તીર્થંકર છે, ચોવીસ
For Private And Personal Use Only