________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૧
પ્રવચન પરાગ બુદ્ધ છે. હું પણ એમાંનો જ છું – એનાથી બહારનો નથી. આ મહાપ્રાણ “હ” મોક્ષનું સૂચન છે.
- આત્માના પરિચયથી સિદ્ધ ગતિ પ્રાપ્ત થાય છે. પરંતુ આત્મ-પરિચયથી દૂર રહેશો તો ૭નો અંક એવું સૂચિત કરે છે કે આપને નીચે નારકીમાં જવું પડશે.
જ્યાં મૌનની પૂર્ણતા હોય છે ત્યાં વિવેકનું પ્રતિષ્ઠાપન હોય છે. વિવેક મધુર હોય છે. વિવેકપૂર્ણ શબ્દોમાં સ્વાદ આવે છે. વિવેકમાં નિપુણ બનવાથી આપને લાભ થશે. સફળતા મળશે. ખોટ કદી નહીં જય.
- વિવેકી વ્યક્તિ વિચાર કરીને બોલે છે. વસ્તુ એક પણ એને જાણવાના માર્ગ અનેક હોય છે. એટલા માટે બૌદ્ધિક, નિપુણતા, કુશાગ્રતા હોવી જોઈએ.
હું જે પણ કાંઈ બોલું છું, એનાથી મારા આત્માને કાંઈ લાભ થવાનો છે કે નહીં તેનો વિચાર થવો જોઈએ. આ વિવેક જે જીવનમાં આવશે તો કર્મોનો મૂળથી ઉચ્છેદ થાય.
જે વ્યક્તિને આત્માનો પરિચય થઈ જાય છે તે પછી સંસારના ચક્કરમાં નથી આવતો.
લોકો બુદ્ધિનો ઉપયોગ કેવો કરે છે?
અંગ્રેજોનો જમાનો હતો. એક અંગ્રેજ અફસરનો ઘોડો ગુમ થઈ ગયો. સિપાઈ ઘોડાની ખોજમાં બજારમાં ઘૂમી રહ્યો હતો. તેમણે એક વણિકને ઘોડા વિશે પૂછ્યું. વણિકે કહ્યું : “આ તરફ થોડી વાર પહેલાં એક ઘોડો ગયો છે.' સિપાઈઓએ એને કહ્યું: “અમારી સાથે ચાલ અને ઘોડો ક્યાં છે તે બતાવ.” વણિક તો દુકાનમાં એકલો હતો. સિપાઈઓ તો એને સાથે લીધા વિના જવા માટે રાજી નહોતા. સિપાઈઓએ કહ્યું : “જો અમારી સાથે નહીં આવે તો બરાબરની મરમ્મત કરી નાખશું.”
વણિક મનમાં વિચારે છે – મેં તો ભલાઈથી કહ્યું એનું આ પરિણામ આવ્યું. પણ તે બડો હોશિયાર નીકળ્યો.
વણિકે કહ્યું : “ઘોડો સફેદ હતો?' સિપાઈ : “હા સફેદ જ હતો.' વણિક : સફેદ હતો અને એના માથા પર શિંગડું હતું?
સિપાઈ : આ તું શું બકે છે ? ઘોડા કે ગધેડા પર કદી શિંગડું હોય ખરું ? તે કોઈ બળદ જોયો હશે.
સિપાઈઓ ચાલ્યા ગયા. બુદ્ધિનો ઉપયોગ કર્યો વણિકે. આત્મા માટે આપણે બુદ્ધિનો કેટલો ઉપયોગ કરીએ છીએ? મોહ, માયા અને કર્મથી મૂચ્છિત. આત્માને જાગ્રત કર્યો છે?
For Private And Personal Use Only