________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૭
પ્રવચન પરાગ
અહમ્ અને મમત્વ
જ્યાં સુધી તેનામાં જલાવાની શક્તિ છે – અન્યને, ત્યાં સુધી તેને બંધનમાં પેટીમાં રાખવામાં આવે છે. પરંતુ તે જલી ગઈ, નકાની થઈ ગઈ તો તરત સ્વતંત્રતા – પછી તેને કોઈ ડબ્બી, બંધન નહીં રાખે.
જ્યાં સુધી રાગ, દ્વેષ, વિષય, કષાય સ્વયંને જલાવે છે, બીજાઓને જલાવે છે ત્યાં સુધી શરીરનું બંધન છે, ત્યાં અહં અને મમત્વ છે.
જ્યાં અહં અને મમત્વ છે ત્યાં વિકાસ નહીં હોય. તે બંને આત્મપ્રગતિને રોકે છે. જ્યાં મમત્વ અને અહમ્નો વિનાશ, ત્યાંથી આત્મવિકાસ શરૂ.
મથુરાના બે પંડાજીને જમવાનું નિમંત્રણ મળ્યું. પંડાઓને પેટ એટલે સ્વર્ગનો લેટર બૉકસ, અને તેમાં -‘પાનં ગતિ તુર્તમમ્' ઘરમાં આઈસક્રીમ ખાવાની ઇચ્છા થાય તો વિચાર કરવો પડે અને રિસેપ્શનમાં ? બમણું—બમણું !
પંડાઓએ સારી રીતે ખાઈ લીધું. એટલું ખાધું કે તેમનામાં ઊઠવાની શક્તિ પણ ન રહી. એ જોઈને શેઠને દયા આવી. તેમણે પાચનની ગોળી બંનેને આપી; જેનાથી ખાણું પચાવવાનું સુલભ બને.ગોળી જોઈને પંડાજી બોલ્યા : ‘શેઠ, શું વાત કરો છો ? અમારા પેટમાં આ ગોળી માટે જરા પણ જગ્યા હોત તો એક લાડુ ન ખાઈ નાખત ?’ એક ચૂર્ણની ગોળી પણ ન ખાઈ શકાય એટલી જગ્યાયે ન રાખી પેટમાં.
તેમને ઘેર પહોંચાડ્યા. ઘેર તેમણે ભાંગનો નશો કર્યો. તે દિવસે ચાંદની રાત હતી. એટલા માટે બંને ગંગાકિનારે નાવની સેર કરવા ગયા. જેનાથી સેર પણ થાય ને ખોરાક પણ પચી જાય. બંને નાવમાં બેસી ગયા. જોર જોરથી હલેસાં મારવા મારવામાં રાત વીતી ગઈ. સવાર થઈ ગયું. તેમને થયું અમે ગોકુળ પહોંચી ગયા. આખી રાત નાવ ચલાવી હતી. ઘાટ ઉપર લોકોનો કોલાહલ સંભળાયો અને તેમને થયું કે આ ગોકુળ છે. તેમણે પૂછ્યું : ‘આ કયો ઘાટ છે ?' લોકોએ કહ્યું : ‘મથુરાનો ઘાટ.’
તે બોલ્યો : હેં ? મથુરાનો ઘાટ ? એ કઈ રીતે હોઈ શકે ?
તે બંને રાતભર નૌકા ચલાવતા રહ્યા પરંતુ નૌકા તો દોરડાથી કિનારા સાથે બાંધેલી હતી. દોરડું છોડવાનું જ ભૂલી ગયા હતા ને નશામાં મસ્ત બનીને નૌકા ચલાવતા જ રહ્યા. તે રાતભર હલેસાં મારતા જ રહ્યા પણ નૌકા તો સ્થિર જ હતી.
બધી જ મહેનત પાણીમાં ગઈ.
For Private And Personal Use Only
આપણું જીવન આ પ્રકારનું છે. જીવન નૌકા છે, મોક્ષ એ લક્ષ્ય છે. સંસાર-મહાસાગરમાં નૌકાને ઉર્ધ્વ દિશા તરફ લઈ જવી છે. અજ્ઞાન દશામાં અહં અને મમત્વની દોરી બાંધેલી રાખીને ધર્મસાધના થઈ રહી છે, રાગની દ્વેષની ગાંઠ તો ખોલતા નથી. પછી જીવન નૌકા આગળ જ ક્યાંથી વધે ? રાગ-દ્વેષની ગાંઠો ખોલીને