________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૪
પ્રવચન પરાગ જે સિદ્ધ બની ગયા, જ્યાં ક્ષતિની અંશમાત્ર પણ સંભાવના ન હોય, રાગ-દ્વેષ ન હોય, પછી તે રામ, કૃષ્ણ હોય. આત્માને જે શુદ્ધ કરે અને જે સિદ્ધ બની ગયા છે તે આત્માઓને વંદન કર્યા છે.
અરિહંત બનવાની, સિદ્ધ બનવાની સર્વ પ્રક્રિયા નમસ્કાર મંત્રમાં છુપાયેલી છે. અરિહંત બનવાની ભૂમિકા
અરિહંત બનવાની યોગ્ય ભૂમિકા શી છે? પ્રત્યેક આત્મામાં પરમાત્મા બનવાની શક્તિ છુપાઈ છે, તેને શોધવી છે. છેદ-ભેદ કરી આતમા અરિહંતરૂપી થાયે રે...
મહાવીરે કોઈ મોનૉપોલિ અથવા કોઈ ગુપ્તતા નહોતી રાખી. કોઈ પણ આત્મા પરમાત્મા બની શકે છે. પ્રત્યેક આત્મામાં યોગ્યતા છે.
પરમાત્મા જ્ઞાતા-દ્રષ્ટા છે. તેઓ કોઈનું કશું બગાડતા નથી, દુ:ખ આપતા નથી. તેઓએ ફક્ત માર્ગદર્શન દીધું છે, કે જે રીતે હું ઉચ્ચ સ્થિતિ પર પહોંચી ગયો છું તે રીતે તમે ચાલશો તો તમે પણ એ સ્થિતિ પર આવી શકશો.
કઈ રીતે ચાલશો? જીવનનો વ્યવહાર એવો કરજો કે જેનાથી સંસાર આશીર્વાદ બની જાય. વાદ, વિવાદ, વિખવાદ, સામ્યવાદ, સમાજવાદ. મૂડીવાદ આવા સહુ વાદ-વિવાદને સંવાદમાં બદલી નાંખવાની તાકાત આશીર્વાદમાં છે. આહારશુદ્ધિની આવશ્યકતા
જેવો આહાર તેવો વિચાર. વિચારને અનુકૂળ નહીં પણ ઘર્મને અનુકૂળ જીવન બનાવવું જોઈએ.
| વિચારમાં આદર્શ હોય પરંતુ આચારમાં એનો દુકાળ હોવાનો તો આ ભિન્નતા સંસાર નિર્માણ કરે છે. આદર્શ વિચાર જો આચારમાં પણ હોય તો મોક્ષપ્રાપ્તિ સરળ બને.
નમિ રાજર્ષિની પરીક્ષા માટે, વૈરાગ્યની કસોટી કરવા, માયાજાળ ઊભી કરવામાં આવી, મિથિલા નગરી બળી રહી છે એવો ભાસ ઉત્પન્ન કરવામાં આવ્યો .
જ્યારે નમિ રાજર્ષિને પૂછ્યું કે તમારી નગરી, તમારો મહેલ, તમારી રાણીઓ જલી રહી છે “શું તમે નહીં જાઓ તેઓને બચાવવા? નમિ રાજર્ષિએ કહ્યું. “મિથિલા બળી રહી છે. મારું કશું નથી બળતું.” સ્ત્રી, પુત્ર, આદિ સહુને છોડીને આવેલા ભિક્ષુ માટે પ્રિય – અપ્રિય કશું નથી, માટે જે બળી રહ્યું છે તેમાં મારું કશું નથી, મારું જે છે તેમાંથી કશું બળી નથી રહ્યું. જે બહાર છે, તે ઉધાર છે
જે બળી રહ્યું છે તે બહારનું છે, નાશવંત છે – તે મારી સાથે આવનારું નથી.
For Private And Personal Use Only