________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રવચન પરાગ
પરમાત્માની વાણી પૂર્ણ છે, શુદ્ધ છે, રાગ-દ્વેષ રહિત છે, શાપ નહીં પરંતુ આશીર્વાદરૂપ છે. પરમાત્માએ સ્વયંની સાધના પછી કેવળજ્ઞાનમાં જે જોયું, જે પ્રાપ્ત કર્યું તે સંપૂર્ણ પ્રાણીમાત્ર માટે કરુણાની ભાવનાથી, કલ્યાણની ભાવનાથી અર્પણ કર્યું.
પરમાત્માની વાણીમાં કાંઈ પણ વધુ – અતિ નથી. અશુભ વૃત્તિ નથી માત્ર શુદ્ધ તત્ત્વ છે. તે રૂચિકર છે, અપૂર્વ, પ્રભાવી છે. અગર તેનું શ્રદ્ધાપૂર્વક શ્રવણ થાય તો તે શ્રવણની – સાધના વિરક્ત ભાવના જન્માવશે. અને મોક્ષની ભૂખ નિર્માણ કરે છે તે છે પ્રભુનો વચનાતિશય. તેમાં એક રીતની વિશેષતા છે. તેમની વાણીમાં પ્રેમનું આકર્ષણ છે. રાગ-દ્વેષના અંશ-માત્ર પરમાણુ નથી. સમ્યક પુરુષાર્થ તે ધર્મ
સ્વયને પ્રાપ્ત કરવા માટે તીવ્ર પુરુષાર્થ કરવો તે ધર્મ. ચાર પુરુષાર્થ બતાવાયા છે – ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ધર્મપુરુષાર્થથી પરમ શુદ્ધ તત્ત્વ મળી શકે છે. વિતરાગ દશા પ્રાપ્ત કરવા માટે પ્રવચનનું પ્રેશર (દબાણ) જોઈએ. ભાવ સ્થિર રહેશે તો વિતરાગતા પ્રાપ્ત થશે. ભાવ અને ભાવના વિના મોક્ષ નહીં મળે. જે ભાવના પ્રવચન દ્વારા હંમેશાં મળે છે.
૩૦૩ રાઈફલની ગોળી નાની હોય છે છતાં તેની તીવ્ર ગતિ હોય છે. વિચારનો વિસ્ફોટ
શુભ વિચારોનો વિસ્ફોટ થાય, તો એક ક્ષણમાં મોક્ષ મળી જાય. તેથી વાણી-વ્યાપાર આત્મા માટે કલ્યાણકારક છે. તેને માટે પરમાત્માએ પ્રવચન દીધું. માત્ર આત્મદૃષ્ટિ પ્રત્યેકને મળે અને જગતના સર્વ જીવોનું કલ્યાણ થાય તે જ ઉદેશ છે.
પરમાત્માની પ્યાસ જેને લાગે છે, તે વ્યક્તિ સ્વયં અહંનું વિસર્જન કરે છે. ઉપાસના
ઉપાસના માટે સર્વપ્રથમ મંત્ર “નવકાર છે. તેમાં સર્વ આત્માઓને વંદન કરાયાં છે. તેમાં કોઈ તીર્થકરને નહીં, બલ્ટ જેનામાં વિતરાગના ગુણો છે તે સર્વને, જેઓએ કર્મશત્રુઓ રાગ-દ્વેષ જીતી લીધા છે તે સર્વને વંદન કર્યા છે. કલર ચિકિત્સા અને રત્ન ચિકિત્સાનું ઊંડું રહસ્ય આની અંદર રહેલું છે.
જેઓએ સાધનાનો વિકાસ ર્યો છે તેમને ભાવવંદના.
“નમો અરિહંતાણ'માં જગતના સર્વ આત્માઓને વંદન, જેઓએ રાગ-દ્વેષ-કામ-કષાય-વિકાર-વિષય આદિ પર અધિકાર પ્રાપ્ત કર્યો છે. જે આજે, કાલે અથવા ભૂતકાળમાં થઈ ગયા તે સર્વને વંદન કરવામાં આવ્યાં છે. અરિહંત બનવાની યોગ્યતા રાખે છે તે સર્વને પણ વંદન.
2ઢે છે.
For Private And Personal Use Only