________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રવચન પરાગ
૮૫ મિથિલા મારી નથી, મહેલ મારો નથી, શરીર મારું નથી, નામ પણ મારું નથી.
તે બધી ઉધાર લીધેલી વસ્તુઓ છે
ઉધાર લીધેલી વસ્તુઓ સમય આવ્યે પાછી આપવી પડતી હોય છે. તે બધું પુણ્ય-સંયોગથી પ્રાપ્ત થયેલું, પ્રકૃતિ દ્વારા ઉધાર પ્રાપ્ત કર્યું – મારું કાંઈ નથી. અનાસક્તિ
હુકમીચંદ જૈન, આગેવાન, ઈદોરના સાધુ જેવી વૃત્તિ. તે એક વખત કોઈ બીમારીથી બિછાના પર પડ્યા હતા. અંતિમ સમયની અવસ્થા આવી લાગી. તે વખતે એક પરમ મિત્ર તેમને મળવા આવ્યા. મિત્રે પૂછયું : “તમારી પાસે સારી સંપત્તિ છે.'
સર હુકમીચંદ કૉટન કિંગ કહેવાતા હતા. તેનો સમૃદ્ધ વ્યાપાર હતો ને સુપ્રસિદ્ધ હતા. તેમણે અંતિમ – સમયે ફકીરી વૃત્તિ સ્વીકારી હતી. અપાર મિલકત હતી. તેનો શીશમહેલ એક પેલેસ -- રાજમહેલ જેવો. સેંકડો તો નોકર. પુણ્યથી કે જ્યાં હાથ નાખે ત્યાંથી સંપત્તિ પ્રાપ્ત થાય. અપાર-સમૃદ્ધિ હતી.
આવા હુકમીચંદના પરમ મિત્રે પ્રશ્ન કર્યો – “તમારી આ અઢળક સંપત્તિ માટે આપે કાંઈ વિલ (મૃત્યુપત્ર)ની વ્યવસ્થા કરી છે કે નહીં ?'
તેમણે જવાબ આપ્યો : મારી પાસે કાંઈ પણ સંપત્તિ નથી. મારી પાસે માત્ર સત્તર લાખ રૂપિયા છે. મિત્ર : આવું કેમ ? માત્ર આ મહેલ લાખો રૂપિયાનો છે. તમે કેવી વાતો કરો છો?
હુકમીચંદ : હું જે કહી રહ્યો છું તે જ સત્ય છે. મારી જાયદાદ માત્ર સત્તર લાખની છે – બીજું કાંઈ નથી.
મિત્રને થોડું આશ્ચર્ય થયું કે જ્યાં કરોડોની મિલકત કોઈ પણ કહી શકે છે ત્યાં આ સત્તર લાખ કેમ કહી રહ્યા છે ? જરૂર શેઠના મનમાં કોઈ ભ્રમ થયો લાગે છે. તેમણે પૂછ્યું : “જરા મને સમજાવો.”
શેઠ બોલ્યા : “જે મેં આજ સુધી દીધું છે તે જ મારું છે, અને તે જ મારી સાથે પરલોકમાં આવવાનું છે.”
- પરોપકારાર્થે જે આપ્યું તે પરલોકની બેંકમાં જમા થઈ ગયું. આ મકાન, મહેલ, મિલ, વ્યાપાર આદિ કોઈ ચીજ પર મારો અધિકાર નથી. એ બધું પુત્રોનું છે. જે મેં સમજપૂર્વક પરોપકારમાં દીધું છે, તે જ મારું છે. તે મારે કામ આવશે – બીજું કાંઈ નહીં.
| વિચારમાં વિરક્તિ આવશે તો સોનું પણ કથીર લાગશે. આંતરવૈભવ
બાહ્ય સ્વરૂપમાંથી નીકળીને આંતર-સ્વરૂપમાં પ્રવેશ કરવો છે. અહં અને
For Private And Personal Use Only