________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૮
પ્રવચન પરાગ તેના પછી આવનાર તત્ત્વ તે સમ્યગુ જ્ઞાન, પછી તેના દ્વારા ચીંધેલા માર્ગે ચાલવું તે સમ્યગુ ચરિત્ર કહેવાય છે.
આ ત્રણે રત્નોથી મોક્ષ મળે છે, જે જીવનમાં મેળવવાનાં છે. આની કમાણી મનુષ્યજીવનમાં જ કરી શકાય છે. આચાર
જીવનમાં સર્વ પ્રથમ આચાર શા માટે? पढमं नाणं तवो दया ।
પ્રથમ જ્ઞાનાચાર આવે છે. તેના પછી અહિંસા પરિપૂર્ણ બને છે. જ્ઞાનપ્રકાશ દ્વારા જીવનનું અવલોકન થાય તો ભૂલની સંભાવના નથી રહેતી.
જ્ઞાની પુરુષોની આશાતના યા અવિનય ન હોય. તેમની નિંદા કરવાથી એવા કર્મનો ઉદય થશે કે આપને જ્ઞાનથી વંચિત રહેવું પડશે. એટલા માટે જ્ઞાન અને જ્ઞાનીનું બહુમાન કરવું, સન્માન કરવું જેનાથી જીવનશિલ્પ સુંદર નિર્માણ થશે.
કોઈ કહે કેઃ “મારી પાસે જ્ઞાનનો અભાવ છે તો શું કરું !' તો પરમાત્મા કહે છે: “ગુરુની નિશ્રામાં રહો.” ને જો એ પણ શક્ય ન હોય તો? તો ગુરુને પૂછીને ચાલો.
તમારી પાસે લાઈટ યા બત્તી ન હોય અને આગળ વધવું હોય તો કોઈ લાઈટવાળા સાથે આગળ વધવું જોઈએ. જો કોઈ સાથ દેનારું, લાઈટ દેખાડનાર ન મળે તો તમે કહેશો કયાં સુધી પ્રતીક્ષા કરું?
ત્યાર પછી કોઈ જાણકારને પૂછીને આગળ વધો – જે પ્રકાશ જ ન હોય તો જ્ઞાનીના માર્ગ ઉપર ચાલો. જો તે પણ ન હોય તો જ્ઞાનીએ ચીંધેલા માર્ગ પર ચાલો.
ગ્રંથના પ્રારંભના પ્રથમ ચરણમાં જીવનની લઘુતા પ્રગટ કરી છે – પ્રણમ્ય.
પ્રથમ શ્લોકમાં પ્રથમ નમસ્કાર... નમ્રતા
હે પરમાત્મા ! હે વિતરાગ ! તમારી કૃપાથી, તમારા શાસન દ્વારા, તમારાથી મેં ધર્મ પ્રાપ્ત કર્યો, અહીં લઘુતા નમ્રતા રચયિતાએ પ્રગટ કરી છે.
તુલસીદાસ કહે છે: लघुता से प्रभुता मिवे, प्रभुता से प्रभु इर ।
લઘુતાથી પરમાત્માનાં જ્ઞાન-પ્રકાશ ઉત્પન્ન થાય છે, તેનાથી પ્રજ્ઞા વિકસિત થાય છે.
વર્તમાન જીવનમાં જ્ઞાન વિકૃત બન્યું છે, બુદ્ધિમાં વિકાર આવ્યો છે, અને તેને
For Private And Personal Use Only