________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૧
પ્રવચન પરાગ
મુરાદાબાદ શહેરમાં એક વાસણવાળાની દુકાન સામે એક જીપ આવીને ઊભી રહી ગઈ. તેના પર લખ્યું હતું : Govt of v. p. supply Dept. એમાંથી એક અફસર ઊતર્યા. પટાવાળો પણ સાથે હતો. વેપારીએ અફસર અને પટાવાળાને જોયા. ગાડી જોઈ. એકદમ ખુશીમાં આવી ગયો ને બોલ્યો : આજ આનંદ જ આનંદ છે. ગાડી જોઈ લીધી. અફસર સાથે કમિશનની વાત નક્કી કરી લીધી. બધું સરકારના ખાતા ઉપર ચાલી રહ્યું હતું. વેપારી સમજ્યો કે મેં એને બનાવ્યો.
નીચે ઊતરી ગયા. ૫૦ હજારનો માલ ખરીદી લીધો. હૉસ્પિટલ માટે, જેલ માટે વાસણ ખરીદી લીધાં.
અફસરે પૂછ્યું : શું આપશો મને? વેપારી : પાંચ હજાર તમારા.
૫૦ હજારનો માલ દઈ દીધો. પાછલા કૅરિયરમાં પંક કરી દેવાયો. ત્યાર પછી તેણે વેપારીને ચેક આપી દીધો.
વેપારીને લાગ્યું : “ચેકમાં તો લફરું થાય એમ છે.” અને અફસર ગાડી લઈને ચાલ્યા ગયા. દસ વાગ્યા. બાર વાગ્યા, કોઈ ન આવ્યું. તેની પ્રતીક્ષામાં વેપારી ખાવા પણ ન ગયો. હમણાં આવશે. તે આવે ને હું ન હોઉં તો ? બે વાગ્યા. ચાર વાગ્યા. તે અફસર તો ન જ દેખાયો. પછી હિમ્મત હારી જઈને વેપારીએ પેલા પટાવાળાને પૂછ્યું : “સાહેબ કયાં રહે છે? તેની ઑફિસ ક્યાં છે?”
પટાવાળો : “મને ખબર નથી સાહેબ.' વેપારી : “કેમ ખબર નથી ? તું તો પટાવાળો છે !” પટાવાળો : “સાહેબ, હું તો રસ્તામાં બેકાર બેઠો હતો. મને પૂછ્યું : નોકરી જોઈએ છે? મેં હા કહી. તેમણે કહ્યું : બેસી જા આ ગાડીમાં, હું બેસી ગયો. મને યુનિફોર્મ દીધો. મેં પહેરી લીધો. બાદમાં મને કહ્યું : હું થોડી ખરીદી કરીશ, પછી ઑફિસે જઈશું. ત્યાં તને નોકરી મળી જશે. મને ખબર નહોતી તે કોણ છે ! તેની ઑફિસ ક્યાં છે? વ્યાપારીનું તો માથું ફરી ગયું. “મારા પચ્ચાસ હજાર ગયા.” પટાવાળો કહે છે: “પરંતુ મારી તો નોકરી ચાલી ગઈ.”
અસતનો વ્યવહાર પોતાના માટે દુ:ખકારક બને છે. રાષ્ટ્ર માટે પણ ખતરનાક છે. સારું કામ અવશ્ય કરવું જોઈએ. તેને માટે જાગ્રત રહેવું જોઈએ, કરવા યોગ્ય કામ પ્રામાણિકતાથી કરવું જોઈએ. ન કરવા યોગ્ય કાર્ય પ્રાણાન્તપૂર્વક ન કરવું જોઈએ.
હેમુ શ્રાવક હતા. તે મહાવીરના પરમ શ્રાવક હતા. અહત ઉપાસક હતા. તેમણે પરોપકારને જ ધર્મ સમજ્યો હતો. ધર્મ રક્ષણકર્તા છે. ધર્મના રક્ષણમાં સ્વનું રક્ષણ થાય છે.
તે હેમુ સદાચારી, શ્રદ્ધાસંપન્ન, સત્યનિષ્ઠ હતા. સુલતાને તેને રેવન્યૂ – મહેસૂલ મંત્રી બનાવી દીધો. આ પદ સારું હતું. પરંતુ સુલતાન એવો હતો કે અગર
For Private And Personal Use Only