________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રવચન પરાગ
૧૩૩ જે વર્તમાનમાં વિચારે છે, તે જ લક્ષ્ય પ્રાપ્ત કરી શકે છે. ઘર્મમાંથી સંસારસાગર કઈ રીતે પાર કરવો તેનું જ્ઞાન સાંપડે છે, તમે ભૂતકાળમાં ડૂબી ન જાઓ.
એક ઋષિ મહાત્મા હતા. તેની પાસે એક ભાઈ આવ્યા. ઋષિએ તેને પૂછ્યું : આપ મને જાણો છો ? ઉત્તર મળ્યો : નહીં મહારાજ. ઋષિ થોડા આગળ ગયા. પછી બીજી વ્યક્તિને પૂછ્યું : આપ મને ઓળખો છો? ઉત્તર મળ્યો કે નહીં મહારાજ. પછી ઋષિ મહારાજે થોડા આગળ વધીને પૂછ્યું, આપ મને પહેચાનો છો? જવાબ મળ્યો : નહીં મહારાજ.
ઋષિ મહારાજને એવું લાગ્યું કે કોઈ પણ મને જાણનારું નથી.
કદાચ ચોથાના જવાબથી ઉત્તરનું સમાધાન પ્રાપ્ત થશે એવું વિચારીને ચોથાને પૂછ્યું : મને ઓળખો છો ? તે વિચારક હતો. તેણે કહ્યું : હા મહારાજ, ઓળખું છું. મહારાજ: કેવી રીતે ?
વિચારક : આપણે બંને જીવનની યાત્રામાં સાથે છીએ. આત્માના સંબંધથી એકબીજાની ઓળખાણ હતી.
એક વખત સ્વયંની – ભીતરની સુંદરતા જોયા પછી બહારની સુંદરતાની આવશ્યક્તા નહીં રહે. તે સંસારની પાછળ નહીં ભટકે. ભિખારી નહીં બને. સંસારપ્રાપ્તિની મનોદશા નહીં રહે. તે તો આત્માના અંદરનું પરમ સંગીત સાંભળશે. તે બહારનું સાંભળવું બંધ કરશે.
મારું કર્તવ્ય, તમને બહારથી અંદર લાવવાનું છે. અંતર્મુખ બનાવવાનું છે. દૃષ્ટિ જ્યારે અંતર્મુખ બનશે ત્યારે કાર્યમાં ઉદારતા આવશે. ઉદારતા જ્યાં આવશે ત્યાં પવિત્રતા નિર્માણ થશે. અને જ્યાં આત્મામાં પવિત્રતા આવી, ત્યાં આત્મા પૂર્ણતાના પથ પર ગતિ કરશે અને અંતિમ લક્ષ્ય – પરમાત્મા બનવાનું પ્રાપ્ત કરશે.
પ્રશ્ન પૂછવામાં જો ગંભીરતા નહીં હોય, તો તે પ્રશ્ન સ્વયંના અહંનું પ્રદર્શન બની જશે. જેને કાંઈ જાણવું છે, જાણવાની ઉત્સુકતા છે, તે મારી પાસે જરૂર આવી શકે છે. પરંતુ પ્રશ્ન સ્વયંનો હોવો જોઈએ. તેમાં જિજ્ઞાસા જાણવાની ને પામવાની હોવી જોઈએ. સ્વયંને જાણવાની ભાવના હોવી જોઈએ. અહીંતહીંથી લાવેલા પ્રશ્ન નહીં જોઈએ. ચોરેલો પ્રશ્ન નહીં હોવો જોઈએ એમાં પ્રાણ નહીં હોય.
આપણી મનોવૃત્તિ એવી છે, કે તે દેખાડો ખૂબ કરે છે. આપણામાં સારું જાણવાની મનોવૃત્તિ જોઈએ. એકના પ્રશ્નનો ઉત્તર બીજાને અસંતોષ જન્માવે છે. બીજને દુ:ખ ન પહોંચે એવો પ્રશ્ન હોવો જોઈએ. જેને જાણવાની આવશ્યકતા છે, તરસ છે, તે વ્યક્તિગત આવશે તો હું તેને મનોવૈજ્ઞાનિક ઉત્તર દેવાનો પ્રયત્ન કરીશ. હું ચોવીસ કલાક ઓન ડ્યૂટી પર છું. અહીં માલ તૈયાર છે, પરંતુ ગ્રાહક જોઈએ. ફાલતું નથી જોઈતા – નહીં તો આપનો વખત બગડશે અને મારો શ્રમ બેકાર જશે.
1૦.
For Private And Personal Use Only