________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૨
પ્રવચન પરાગ
જે નાશવંત છે, સ્થિર નથી, જે સાથે આવનારું નથી તેનો સંગ્રહ નિરર્થક છે. જે સ્વયંની પાસે છે, તેનો સંગ્રહ કરવો યોગ્ય નથી – બહારની ચીજોના સંગ્રહથી સમયનો દુરુપયોગ થઈ રહ્યો છે.
રસોડામાં જુઓ ! ત્યાં ધુમાડાથી છત અને દીવાલ કાળાં પડી ગયેલાં દેખાશે. ત્યાં સુંદરતા નષ્ટ થઈ ગઈ નજરે પડે છે. કાળા ધુમાડામાં કાંઈ જ નજરે પડતું નથી. તેવી જ રીતે તમારા આત્મામાં અનાદિકાલીન સંસ્કાર દ્વારા રાગ-દ્વેષની જ્વાળાથી અને વિષયના ધુમાડાથી બુદ્ધિ (મગજ)ની છત કાળી થઈ ગયેલી છે. દિલદિમાગ કાળાં પડી ગયાં છે. ત્યાં આત્માની સુંદરતા દબાઈ ગઈ છે. ઠામ – વાસણ થોડા દિવસ સ્વચ્છ નહીં કરો તો કાળા પડી જશે. તેમ સાધના દ્વારા આત્માને વિશુદ્ધ, નિર્મળ નહીં કરો તો ત્યાં કાલિમા જામી જશે. અણસમજણો અને અથડામણો ઊભી થશે.
આત્માની સુંદરતા માટે કષાયોનું ઉપશમ (દમન) કરો. તે આરોગ્યનું પથ્ય છે. વિચાર માટે મેડિસિન છે. તેનાથી સહનશક્તિ પ્રાપ્ત થશે. જીવનમાં શાન્તિ મળશે. રોગો નહીં થાય.
વ્યક્તિનો સ્વભાવ છે કે જે નથી જાણતા તે પ્રશ્ન પૂછે છે.
નિઃશબ્દની ભૂમિકામાં શબ્દની જરૂરત નથી. એના માટે મૌનની ભૂમિકામાં લઈ જવાનો પ્રયાસ કરું છું.
કાંટો લાગ્યા પછી તેને કાઢવા માટે સોયની જરૂરત પડે છે. કાંટો નીકળ્યા પછી કાંટો ને સોય કાંઈ કામનાં નથી. તેવી જ રીતે મનમાંથી સંસાર કાઢવા માટે શબ્દના માધ્યમની આવશ્યકતા છે. – જ્યાં સુધી મનમાંથી સંસારનો રાગ નહીં નીકળે ત્યાં સુધી. તેના પછી જ મનમાંથી ખરાબી નીકળશે.
સર્વનું મહત્ત્વ સ્વયંમાં સમાયેલું છે. સ્વયંની જાણકારીથી આપણે સર્વને સમજી શકીએ છીએ. જે સર્વને જાણે છે તે આત્માને ઓળખી શકે છે. એક પ્રશ્નની ઉપસ્થિતિમાંથી સર્વ પ્રકારનું સમાધાન મળી જશે. પોતાની જાતને ઓળખવા માટે ધર્મની જરૂર છે.
મને વર્તમાનમાં ભલે મોક્ષ ના મળે.
અગર વર્તમાન ઉજ્જવળ છે તો ભવિષ્ય પણ ઉજ્જવળ રહેશે. પરંતુ આપણે તો ભૂતકાળમાં જ ડૂબેલા છીએ. ભૂતકાળના મડદાને ઉઠાવીને ચાલીએ છીએ જેનાથી જીવનનો આનંદ આપણે પ્રાપ્ત નથી કરી શકતા. મનનું પાગલપણ, મનની વિકૃત અવસ્થા.
આવનારા ભવિષ્યમાં હું આમ કરીશ, તેમ કરીશ – આ ભ્રમની જાળમાં ગૂંથાઈને ઉલઝાઈ જવાથી લક્ષ્યપ્રાપ્તિ નહીં થાય.
For Private And Personal Use Only