________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રવચન પરાગ
૧૩૧ કે પોતાના કોઈ અશુભ કર્મનો ઉદય છે. અગર મકાન, દુકાન બળી ગયાં તોપણ અંદરથી સાવધાન છો એવું માનજો. એવો જ વિચાર હંમેશાં કરજે. તો તેનાથી આપ ખરેખર ધર્મના મર્મને જાણશો. ધર્માત્મા બનશો. આ સંસારમાં આપ અભિનય કેમ કરો છો ? ડાયલૉગ – સંવાદ કેવા બોલો છો ?
ન્યાયથી કરેલું ઉપાર્જન મન પર સુંદર પ્રભાવ નાખે છે. આપના પરિવારમાં ઘર્મની આરોપણ કરે છે.
જ્યાં ધર્મ અને આત્માનો સમન્વય થાય છે ત્યાં સફળતાની સીડી ચઢવાનો પ્રારંભ થાય છે.
૧૦. પ્રશ્નોત્તરી વ્યાખ્યાન અનંત ઉપકારી આચાર્ય ભગવંત હરિભદ્રસૂરિએ ધર્મગ્રંથમાં ધર્મનો પરિચય આપ્યો, ધર્મની વ્યાખ્યા દીધી, ધર્મની દિશા બતાવી.
મહાવીર પ્રભુનો ધર્મ કોઈ સંપ્રદાય નથી. પરંતુ પ્રત્યેક આત્મા, પરમાત્માને સ્વ-પુરુષાર્થથી પ્રાપ્ત કરી શકે. એનો માર્ગ છે.
સર્વ પ્રાણીમાત્ર માટે વાત્સલ્ય, સર્વ પ્રતિ પ્રેમ અને મૈત્રીભાવ કરો. મહાવીરે કદી એવું નથી કહ્યું કે, “મારા જ ધર્મનો સ્વીકાર કરો.” પણ તમે વાસનાથી, રાગદ્વેષથી મુક્ત બનો એ માર્ગે ચાલો..
સ્વયંની સાધના દ્વારા દુનિયાને પૂર્ણ દર્શન આપ્યું. માર્ગદર્શન કર્યું. પરંતુ ચાલવું તો આપણું કામ છે. બીજાના પગથી આપ ચાલવાનો પ્રયોગ કરશો તો આપનું લક્ષ્ય પ્રાપ્ત નહીં કરી શકો. આત્માની દૃષ્ટિએ ખુદ જાતને જોવાના પુરુષાર્થથી પરમાત્મા પ્રાપ્ત થઈ જશે.
પરમાત્મા સ્વર્યાની અંદર વિદ્યમાન છે. તેને જોવા માટે દિવ્ય દૃષ્ટિ જોઈએ. તે પ્રાપ્ત થઈ જાય તો કોઈ પ્રશ્ન નથી રહેતો. જ્યાં સુધી અંધારું છે, નેત્ર બંધ છે ત્યાં સુધી પ્રકાશનો અનુભવ નહીં થાય. શંકા ઉપસ્થિત થશે. પ્રશ્નો ઉપસ્થિત થશે. પરંતુ મનની આંખો ખૂલશે. પછી ન કોઈ જિજ્ઞાસા અને નહીં અભિલાષા. જે જોવાનું છે તે સહેજમાં જોઈ શકશો, જે પ્રશ્ન મનમાં જન્મશે તેનો સહજ ઉત્તર મળી જશે.
પ્રવચનથી આપની આંતરિક દૃષ્ટિ ખોલાવવી છે; જેનાથી માનસિક અને આધ્યાત્મિક દૃષ્ટિનું જ્ઞાન પ્રાપ્ત થઈ શકે. જો આપ અંતરનાં ચક્ષુ ખોલશો તો, આપે જે જોવું હશે તે જોઈ શકશો.
અનાદિ અનંતકાળથી જે સંસ્કાર છે તે દેખાશે. તેનો નાશ કરવા માટે ઘણા પ્રયાસો કરવા પડતા હોય છે. જે કળાતું નથી, તેને મેળવવામાં જ પુરુષાર્થ છે. જે પરોક્ષ છે, તેને પ્રત્યક્ષમાં લાવવાનો પ્રયાસ કરવાનો છે. જે જોઈ નથી શકતો તેને માટે પ્રશ્ન છે.
For Private And Personal Use Only