________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૦
પ્રવચન પરાગ
કાર્ય કદી પણ કરવું જોઈએ નહીં. ચોરી, લૂંટ, જૂઠ, કપટ એવું નિંદ્ય કાર્ય કદી કરવું જોઈએ નહીં. એવું આચરણ નિંદ્ય કહેવાય છે.
૨. જીવનનો વ્યવહાર સત્ય અને નીતિની ભૂમિકા પર કરવો જોઈએ. બાઈબલમાં પણ ક્યું છે : ‘સચ્ચાઈ દ્વારા જ સ્વર્ગમાં જગ્યા મળે છે.’
આપણે ત્યાં ‘ન્યાયોપાર્જિત દ્રવ્ય.'
ન્યાયથી, પ્રામાણિક્તાથી દ્રવ્ય ઉપાર્જન કરવું, અન્યાયથી નહીં. અન્યાયથી આવેલું દ્રવ્ય ન સુંદર હોય છે, ન શાંતિ આપે છે. તેનાથી દુર્વિચાર ઉત્પન્ન થાય છે. દુર્વિચાર એટલે કે જીવનનાં અનર્થની ખાણ – ત્યાંથી દરેક દુર્ગુણ આવે છે.
એટલા માટે સર્વ પ્રથમ જીવનશુદ્ધ વ્યવહાર જોઈએ.
દ્રવ્યઉપાર્જન તો માત્ર જીવનનિર્વાહ માટે, પેટ માટે અને પરિવાર માટે કરવું જોઈએ. સંસારમાં રહીને પણ સંસાર પ્રતિ અલિપ્ત ભાવના જોઈએ – જલકમલવત્. ત્યારે તે અથાગ સંસારસમુદ્ર તરી શકે છે.
નકલી રાવણ બનો
રામલીલા જોઈ છે ? એક રામ બને, એક હનુમાન અને એક રાવણ. તેના સુંદર અભિનયથી આપણને પ્રેરણા મળે છે, ‘દુરાચાર પર સદાચારનો વિજય.' આ કેવી પ્રાપ્તિ હોય છે ? આમાંથી પ્રેરણા મળે છે.
આપ જો નકલી રાવણ બનો તોપણ હું આપને ધન્યવાદ આપું.
શ્રી રામચંદ્ર આવે છે અને રાવણને મારી નાખે છે. અને સર્વ લોકો તાળીઓ વગાડે છે – ‘હાર્યો ! પાપ ગયું !'
હનુમાન લંકા જલાવે છે. રાવણ તે જુએ છે.
રાવણ માર્યો જાય છે. લંકા જલાવી દેવાય છે. પણ પરદા પાછળ જઈને જો આપ રાવણને પૂછો ઃ અરે ! આપનું કેવું અપમાન ! આપને નિંધ કરીને મારી નંખાયા ! આપના મૃત્યુનું પ્રચંડ સ્વાગત લોકોએ કર્યું. આપના મૃત્યુથી ઉપર આનંદ પ્રગટ કર્યો. તો આપના મનમાં રામ પ્રતિ દ્વેષ નથી ? લંકા જલાવનાર હનુમાન પ્રત્યે દ્વેષ નથી ?
રાવણ કહેશે ‘ભાઈ ! આ તો મારું રોજનું નાટક છે. અંદરથી તો હું સાવધાન છું. પરંતુ પેટની લાચારી માટે સર્વ કાંઈ કરવું પડતું હોય છે. મારે તો અપમાન સાથે કાંઈ પણ સંબંધ નથી !'
સંસાર નાટક છે !
આ રીતે સંસારને જૂઠો સમજીને ચાલવું જોઈએ. સંસાર એ એક નાટક છે. જુઠ્ઠાણાંથી સાવધાન રહેવું જોઈએ. કોઈએ અપમાન કર્યું, નિંઘ કાર્ય કર્યું તો સમ
For Private And Personal Use Only