________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨
પ્રવચન પરાગ બસ. સવારથી સાંજ સુધી વારે વારે બંને શરબત પીતા રહ્યાં. પાંચ પૈસા અહીંથી ત્યાં, ત્યાંથી અહીં ફરતા રહ્યા. શરબત પૂરું થયું. સાંજના ઘેર આવ્યા. માતાએ પૂછયું : “કેમ, ધંધો કેવોક થયો ?'
મુલ્લા : બહુ સરસ વ્યાપાર થયો. માતા: તો તો નફો પણ ઘણો થયો હશે ! મુલ્લા : નફો તો કાંઈ જ નથી થયો !
મુલ્લા એ બધી વાત કરી દીધી. માતા માથા પર હાથ મૂકીને રડી. આવી રીતે, સાધના આપણો વ્યાપાર છે. આત્માને નફો ન મળે તો પૂજન, દર્શન, સામાયિક, પ્રતિક્રમણની હજુ અણસમજ છે. એનાં રહસ્યો જાણવાં બાકી છે એમ સમજવું.
સાધનાના શ્રમ પછી, આત્માનો આનંદ, ચિત્તની સમાધિ અને મનની પ્રસન્નતા સાધનાનો નફો છે. આત્માની સ્થિરતા સાધના દ્વારા થઈ જાય તો તે સાધના મોક્ષ સુધી પહોંચાડી દે. એનાથી જીવનની પૂર્ણતા થાય છે.
પહેલાં જીવનને શુદ્ધ કરો. પછી પરિચય કેળવો. આત્માનો પરિચય એ તો સાધનાનું લક્ષ્ય છે. ત્યાં સુધી જવાની યોગ્યતા પ્રાપ્ત કરવાની છે.
સામાન્ય વ્યક્તિ પણ જો તમારે મળવું હોય તો કેટલી ભલામણની આવશ્યકતા હોય છે ! પરંતુ આ તો સુપ્રીમ પાવર છે. તો તેને મળવું હોય તો કેટલું કષ્ટ ઉઠાવવું પડે ? કેટલા બધા સાધુ-સંતોની ભલામણની જરૂર પડે ! માર્ગદર્શન અને આશીર્વાદની જરૂર પડે? લક્ષ્ય વિના લાભ નથી
- સાધના તરફ વધવા માટે પ્રયત્ન કરવા જરૂરી છે. મુંબઈ જવું હોય તો ત્યાં પણ દિશા-કાર્ય નિશ્ચિત કરવું પડે છે. જીવનની યાત્રા માટે મોક્ષ લક્ષ્ય છે. એને માટે ધર્મ કાર્ય છે.
કૌરવો અને પાંડવોની એક વખત દ્રોણાચાર્યે પરીક્ષા લીધી. તેમણે કહ્યું: “જુઓ! આજ તમારા લક્ષ્યની, સાધનાની પરીક્ષા લેવાશે. સામે વૃક્ષ છે. એના પર લોટનું બૂતર છે. એની ડાબી આંખને નિશાન બનાવવાનું છે. ત્યાં લક્ષ્ય લગાવવાનું છે.
એકેએક કૌરવને બોલાવીને, દ્રોણાચાર્ય સર્વને એક જ પ્રશ્ન કરતા – જુઓ, ત્યાં તમે શું જુઓ છો?
જવાબ મળતા તેને પાછો મોકલી દેતા. બધા કૌરવો નિષ્ફળ ગયા. પછી પાંડવોને બોલાવ્યા. એમાંથી ચારેય નિષ્ફળ. પ્રશ્ન પૂછતા, ઉત્તર મળતો – કોઈ કહેતું આકાશ, કોઈ કહેતું બધું જ દેખાય છે. અંતમાં એક અર્જુન રહ્યો. તે પૂર્ણતયા જાગ્રત હતો. એને બોલાવ્યો. પ્રેમથી કહ્યું : “જો મેં તને પ્રેમથી શીખવ્યું છે. બતાવ, ત્યાં શું દેખાય છે ?'
For Private And Personal Use Only