________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રવચન પરાગ
૧૫
બતાવત હોય.” જેટલા ગ્રંથો અને પંથો છે, શાસ્ત્રોની ભીડ છે, એમાં તમે ખોવાઈ જશો તો બહાર નહીં નીકળી શકો. આમાં માત્ર શબ્દોને વળગી રહેવામાં આવે છે, તેના હાર્દને – પ્રાણને ભૂલી જવાય છે. આત્મકલ્યાણ અને મોક્ષના માર્ગે લઈ જાય તે સાચો ધર્મ. કુરાન શરીફમાં અક્ષરો કેટલા?
પ્રશ્ન પૂછનાર કેવળ શરીરનો પરિચય ઇચ્છે છે, પોતાના આત્માનો નહીં. એનો આશય અને રહસ્ય શું છે? હું કાંઈ શબ્દ ગણવા નથી બેઠો. હું એનો આશય અને ક્રીમને જોઉં છું; અમારી દૃષ્ટિ છાશ પર નથી હોતી, માખણ પર હોય છે. અમારી દૃષ્ટિ કવર પર નહીં પરંતુ એની અંદર રહેલા ચેક પર છે. ચેક છે કે નહીં ! કવર તો આવશે ને જશે. શબ્દ સાથે મારે કોઈ પ્રયોજન નથી કે ગ્રંથોમાં કેટલા શબ્દો છે. એને ગણીને સમય નષ્ટ ન કરાય. તે ગ્રંથ શું કહે છે, એનો આદર્શ શો છે એનો મારે સ્વીકાર કરવો છે.
જો તમારે જાણવું હોય તો જાણી લો કે જગતમાં પ્રત્યેક રીતની ચીજ હોય છે, અને તેના સ્પેશિયાલિસ્ટો પણ હોય છે. જો તમારે આંખ દેખાડવી હોય તો આંખના જ ખાસ ડૉકટર પાસે જવું જોઈએ, આપને દાંતના દર્દનું નિવારણ કરવું હશે તો દાંતના સર્જન પાસે જવું જોઈએ. તેવી જ રીતે કોઈને કુરાનના વિષયમાં અધિક જાણવું હોય તો, તેના ખાસ અભ્યાસી પાસે જવું જોઈએ. એની અંદર કેટલા શબ્દ છે, તે મારા કરતાં વિશેષ અધિકારપૂર્વક કહી શકશે. હા, હું એના આશયને બતાવી શકું છું. એના રહસ્યને જયાં સુધી હું સમજી શક્યો છું ત્યાં સુધી એમાંના મૂળભૂત ઉપદેશ એટલે ક્રીમ આપી શકું છું, છાશ નહીં. મારે ત્યાં હૉલસેલમાં વ્યાપાર ચાલે છે, છૂટક નહીં. આત્માની પૂર્ણ માહિતી મળી શકે છે. અલગ અલગ પ્રકારથી નહીં.
શબ્દમાં રાચનારા શબ્દના આત્માને ભૂલી જાય છે. માત્ર શબ્દ સુધી જ રહી જાય છે. શબ્દ તો આત્માનું શરીર છે અને તેમાં જે ભાવ છે, તે જ તેનો આત્મા છે. મારે આત્માને જોવો છે, નહીં તો તે ચીજ નિરર્થક બની જશે.
એક મુલ્લા એક વાર રસ્તે જઈ રહ્યા હતા ત્યાં કૂવામાં પડી ગયા. ત્યાંથી કોઈ બૌદ્ધ સાધુ નીકળ્યા. મુલ્લા બૂમો પાડતા હતા : “હું મરી રહ્યો છું મને બચાવો.” તે સાધુ બિચારા પરોપકારી હતા. જઈને એણે જોયું તો મુલ્લા બિચારા લટકી રહ્યા હતા એક પથ્થર ઉપર. બહુ મુશ્કેલી હતી. ડૂબવાની તૈયારીમાં હતા. એણે કહ્યું : “મહાત્મનું બચાવો.” સાધુએ શબ્દ જ પકડી રાખ્યો હતો, શાસ્ત્ર છૂટી ગયું. શબ્દ પકડી લીધો પરંતુ તેનું રહસ્ય ચાલ્યું ગયું. પૅકિંગ આવી ગયું પણ માલ ચાલ્યો ગયો હતો.
- સાધુ કહેવા લાગ્યા : “અરે ! બુદ્ધનો પરમ આદર્શ છે, કે કર્મક્ષય કર્યા વિના કદી મોક્ષ મળવાનો નથી ! આ તને કેવો મોકો મળ્યો છે, કર્મક્ષય કરવાનો !
For Private And Personal Use Only