________________
Shri Mahavir Jain Aradhana Kendra
O
૫૮
www.kobatirth.org
પ્રવચન પરાગ
પવિત્રતામાં પૂર્ણતા છે. બાહ્ય પ્રાપ્તિમાં માત્ર વેદના જ છે. એ ખોટા રૂપથી શક્તિનો ઉપયોગ કરશો તો તે શક્તિ આત્માના ગુણોને નષ્ટ કરી દેશે.
આજ સુધી જન્મેલી કોઈ પણ વ્યક્તિ પોતાની ઇચ્છાતૃપ્તિ પૂર્ણ નથી કરી શકી. ‘ઇચ્છા-પ્યાસ’તો મહાસાગર જેવી વિશાળ છે. અને આકાશ જેટલી વ્યાપક છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રાપ્તિમાં તૃપ્તિ નથી. એનાથી તો અંતર-જાગૃતિ શૂન્ય બનશે. બાહ્ય જાગૃતિ સ્વયંનો નાશ કરશે. આજ સુધી કેટલાય ચક્રવર્તી, શહેનશાહ, સમ્રાટ આવ્યા અને ચાલ્યા ગયા, પરંતુ કોઈ પણ સ્વયંની ઇચ્છાપૂર્તિ નથી કરી શક્યા.
એરિસ્ટોટલ સિકંદરના ધર્મગુરુ હતા. દિગ્વિજય કરવા જતાં પૂર્વે પ્રથમ સિકંદર ગુરુના આશીર્વાદ લેવા ગયો.
એરિસ્ટોટલે પૂછ્યું : પ્રથમ ક્યાં જઈશ ?
સિકંદર : મધ્ય એશિયા.
એરિસ્ટોટલ : ત્યાર પછી ?
સિકંદર : પૂર્વ આફ્રિકા.
એરિસ્ટોટલ : ત્યાર પછી ?
સિકંદર : ભારત.
મનની કલ્પના તો જુઓ ! મનની કલ્પનામાં તથ્ય નથી હોતું, સત્ય નથી હોતું, પૂર્ણતા નથી હોતી, આત્માને કોઈ તૃપ્તિ નથી મળતી.
એરિસ્ટોટલ : પછી ક્યાં જઈશ ?
સિકંદર : યુરોપને જીતીશ.
એરિસ્ટોટલ : ત્યાર પછીની તારી યોજના શું હશે ?
સિકંદર : સારાય વિશ્વ પર વિજય પ્રાપ્ત કરીશ.
એરિસ્ટોટલ : પછી ?
સિકંદર : પછી તો થાકી જઈશ ? પછી શાંતિથી રાજધાનીમાં રહીશ.
એરિસ્ટોટલ : હું તારા જેવા પાગલને આશીર્વાદ ન આપી શકું. અહીં તારે શું નથી ? અશાંતિ ફેલાવવાથી શું તને શાંતિ પ્રાપ્ત થશે ? આવા અયોગ્ય કાર્યમાં આશીર્વાદ નહીં મળે. હજારોને રડાવ્યા બાદ તું હસી શકીશ ? હજારોને મારીને તું જીવવાની ચાહના સેવે છે ?
અશાંતિનાં બીજ વાવવાથી શાંતિના મોલ કેવીરીતે ઊગે ?
સમસ્યા અને સમાધાન
જ્યાંથી સમસ્યાનો જન્મ થાય છે, ત્યાંથી જ તેનું સમાધાન મળી જાય છે. શાંતિ હૃદયમાં જ જન્મે છે, ને તેને શોધવા આપણે બહાર ભટકીએ છીએ.
For Private And Personal Use Only