________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૬
પ્રવચન પરાગ કોઈ કહે છે : “આ ગાય તો વાંઝણી છે. દૂધ નથી દેતી.” પત્ની કહે છે : “આ કેવો ભાર લાવ્યા છો ?' તો ભટ્ટ કહે છે, “ગાય લેવા જતી વખતે કહ્યું હતું કે, આવી આંચળવાળી ગાય લાવજો, આવા દાંતવાળી લાવજો, ગાય લેવાનું કહ્યું હતું તો ગાય લાવ્યો.” ભટ્ટ “શબ્દ”ને પકડી લીધો. ગર્ભિત રહસ્ય ન સમજી શક્યો. આપ પણ ધર્મને બહારથી જ જોઈને કહો છો – આહ ! કેવો મહાન ધર્મ ! ફુરસદનો ધર્મ
આજે સંસારની માર્કેટમાં ઘણા ધર્મો છે. ૪૦૦ ધર્મ છે. કેટલાય લોકો ભગવાન બનીને આશીર્વાદ દેવા માંડ્યા છે.
કેવી ફેસિલિટી? કેવી સગવડતાઓ? કેવો આનંબર? માત્ર બાહ્ય સ્વરૂપમાંથી અગર બાહ્ય આડંબરથી ઘર્મ લઈને આવી ગયા તો ભટ્ટ જેવી ગાય લાવે છે – બરાબર તેવી પરિસ્થિતિ થાય છે : આવા ધર્મમાં મોક્ષ આપવાની તાકાત નથી હોતી.
જે મોક્ષ આપે છે તે ધર્મ.
ધર્મ તો જીવનમાં શાંતિ પ્રદાન કરે છે. જે અશાંતિ, ક્લેશ દૂર કરે છે તે ધર્મ. ધર્મ સંપાદન કરવાથી ઇચ્છા – તૃષ્ણા દૂર થાય છે. યોગ્ય પાત્રતા સંપાદન થાય છે.
| ઋષિ-મુનિઓએ સંસારનો ત્યાગ કર્યો – શા માટે ? રાજા રામચંદ્રને વનવાસમાં ભટકવાની જરૂર કેમ પડી હતી? મહાવીરે રાજ્ય કેમ છોડી દીધું હતું?
જેવાં કર્મ કર્યા છે, તેને ભોગવ્યા સિવાય સિદ્ધિ નહીં મળે.
આત્માની અજ્ઞાનદશામાં કર્મ ઉત્પન્ન કર્યું. તે કર્મની નિર્જરા તેનો ક્ષય, તપની મિટ્ટીમાં સંશોધન વગર આત્મા પ્રાપ્ત નથી કરી શકતો.
આ તો માત્ર ભૂમિકા છે.
ધર્મ અનેક છે. તો શું ધર્મ મારા આત્મા માટે અનુકૂળ છે? આપણે પૂર્ણ અને ચિરસ્થાયી ધર્મ પકડવો છે. નહીં તો ઘર્મને બદલે અધર્મ મળશે.
હું જ કરું છું' એ વાત સ્વીકાર્ય નથી. પરંતુ પરમાત્માએ જે કહ્યું છે, તેના પર વિચાર કરવો છે. ચિંતન કરવું છે, સત્ય માટે વિજ્ઞાપન, જાહેરખબર કરવાની જરૂર નથી પડતી.
વિતરાગ શબ્દ સત્ય છે – તે તેમ જ રહેશે.
સત્ય સમજીને સ્વીકારવાનો છે. એ વિચાર કરવાનો છે કે આ સત્ય, આ ઘર્મ આત્માને ઉપયોગી થશે કે નહીં ? ધર્મના બે પ્રકાર ( હરિભદ્રસૂરિ આચાર્યે બે પ્રકારના ઘર્મ બતાવ્યા છે. એક સીધો પ્રત્યક્ષ વ્યવહારમાં જેની અસર થાય છે એવો ગૃહસ્થ ધર્મ. ગૃહસ્થ જીવનમાં વિરકિત કેવી
For Private And Personal Use Only