________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રવચન પરાગ
રીતે આવે ? સંસારમાં રહીને પણ સંન્યાસી કેવી રીતે થવાય ? હૃદયની સરળતામાંથી સાધુજીવનની ઓર આગળ વધવાની ક્રિયા છુપાયેલી છે.
૧૨૭
પ્રથમ ગૃહસ્થ જીવનનો પરિચય. ગૃહસ્થ જીવનનો પરિચય બે રીતે થાય છે. સમાન્યતઃ અને વિશેષતઃ આ રીતે છે.
સામાન્યતઃ ઑર્ડિનરી લાઈફ એ જ ગૃહસ્થજીવન. ગૃહસ્થની દિનચર્યા. આ દિનચર્યા સુંદ૨ કેમ બને ? જ્યારે આરોગ્ય સુંદર બને, વિચાર સુંદર બને, આચાર સુંદર બને, વ્યવહાર સુંદર બને, પછી વિશેષતઃ – જીવન, અહીં યમ, નિયમ, સંયમ દ્વારા આત્મા નીરોગી બને છે. તેને માટે ધ્યેય કરવાનું હોય છે.
કેન્દ્રસ્થિરતા
આપનો મિત્ર મુંબઈ જતો હોય ને આપને ત્યાંની પેઢીમાં એક લાખ રૂપિયા જમા કરાવવાના હોય. આપ આપના મિત્રને લાખ આપો તે આનાકાની પણ કરે. મિત્રના આગ્રહથી આપ તેનો સ્વીકાર કરો છો. જ્યારે આપની સાથે એક લાખનું જોખમ છે. અહીંથી નીકળતે સમય રાતનો સમય છે. પછી શું કરો ? રાતભર આપને ઊંઘ આવે ? તે વખતે કોઈ બાહ્યચેષ્ટા પણ નહીં કરી શકો. આપનું મન વારંવાર પાકીટમાં જશે.
સર્વ જગ્યાએ ઘૂમીને મન ફરી ઉત્તર ધ્રુવ પાસે જ જાય છે. મન તો નોટો પર જ હશે.
વિશેષ પરિચયમાં આપની સંભાળ આત્મા તરફ જશે. આત્મા મૂલ્યવાન છે. મકાન, દુકાનનો પરિગ્રહ થશે પરંતુ મન આત્મા તરફ જશે. અને આત્મદશામાં રહે તે યોગ્ય બને છે. જગતમાં પ્રવેશ કર્યા પછી સૂત્ર જીવનના પરમતત્ત્વનો પરિચય આપે છે.
સૂત્ર અલ્પ હોય છે, પરંતુ અર્થ વિશાળ હોય છે. ધર્મની વિશાળ દૃષ્ટિ કોઈ પણ પ્રાપ્ત કરે છે. જીવનમાં એક વાર સામાન્ય શુદ્ધીકરણ થઈ ગયું તો સુંદર જીવન જીવવું સરળ બને છે.
ધર્મ જ સર્વસ્વ
ધર્મ વિના જીવનની ગતિ નથી થતી, ઘડિયાળને ચાવી નહીં આપો તો બંધ ” પડી જશે. ધર્મજીવન ઘડિયાળની ચાવી છે.
For Private And Personal Use Only
ગાડી ઘણી સુંદર હોય પણ પેટ્રોલ ન હોય તો ? તે બંધ પડશે. સુંદર પુષ્પ હોય પણ તેમાં સુગંધ ન હોય તો ? ખુલ્લૂ નહીં મળે. સુંદર ફૂલો હોય પણ ઈંધણ ન હોય તો તે બંધ પડશે.
જ્ઞાની પુરુષોએ કહ્યું છે કે જેમ કારને પેટ્રોલની,
ઘડિયાળને ચાવીની અને