________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૨૮
પ્રવચન પરાગ
ચૂલાને ઇંધણની, શરીરને ખોરાકની જરૂરત હોય છે એવી જ જરૂર આત્માને ધર્મની હોય છે. ધર્મ જ આત્માનો ખોરાક છે. ધર્મ આત્માને ગતિમાન કરે છે. તે ડાયરેકટ એનર્જી પ્રાપ્ત કરે છે. ધર્મ તો આત્મામાં સ્વભાવજન્ય ગતિ દેનાર છે. મનને આસક્તિરહિત બનાવવું જોઈએ.
આસક્તિનો નશો :
મુંબઈમાં ચોપાટી પર એક એકવીસ વર્ષનો જવાન રહેતો હતો. તેનું સુંદર વ્યક્તિત્વ હતું. તે રાજકારણમાં અગ્રસ્થાન ભોગવતો હતો. પરંતુ તેને ધર્મનો જરા પણ પરિચય નહોતો. આ મહાન શ્રીમંત અમેરિકા ગયો. ત્યાં તેને શરદી થઈ ગઈ. ટેંપરેચર વધ્યું. તેણે પ્રખ્યાત ડૉકટરને શરીર દેખાડ્યું. તેનો પરિવાર મોટો હતો.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અગર સાપ પગ પર ડંખ મારે તો લીમડાનાં પાન ખવરાવે છે. અને તેમાં લીમડો મીઠો લાગે તો તેના પર ઝેરની અસર થાય છે, તેના પર ઝેરનો એવો નશો હોય છે કે તે વખતે તમે કહેશો લીમડો કડવો છે તો તે કહેશે ના મીઠો છે. મારો અનુભવ છે. આપ તેને હજાર વાર કહેશો તોપણ માનશે નહીં.
મોહનો નશો પણ આવો જ છે. અમે કહેશું આ સંસાર ખૂબ કડવો છે. તો કહેશો, ‘નહીં સાહેબ, મીઠો છે.' ત્યાં આવું કહેનાર સાધુ જુઠ્ઠા પુરવાર થશે. પછી ત્યાં સંસારનો સ્વાદ એટલો મીઠો લાગશે કે મંદિર પણ એની તોલે નહીં આવે. ત્યાં તેને ફુરસદ કયાં હોય ? ગુરુ પાસે જવાની પણ ફુરસદ નથી – નો ટાઈમ !
તેનું બ્લડ ટેસ્ટ કરાવ્યું. અને ડૉકટરે સલાહ આપી કે તમે પહેલી ફલાઈટમાં ઇંડિયા ચાલ્યા જાઓ. તે પૂછે છે ઃ તેનું કારણ શું ? ડૉકટર : આ બીમારી એવી છે કે અમે કહેતા નથી. તે પાછો આગ્રહ કરે છે. ડૉકટર કહે છે બ્લડ કૅન્સર છે ! પછી એ જવાનનો નશો ઊતરી ગયો. તે સીધો મુંબઈ આવ્યો. ડૉકટર તેને કહે છે માત્ર છ – મહિના તમે જીવશો.
હંમેશાં નવું લોહી આપવું પડશે આ માટે.
દિશા-પરિવર્તન
--
પછી એ જવાન પોતાની દિશા બદલાવે છે. તે ચાતુર્માસમાં રોજ વ્યાખ્યાનમાં આવતો, નિયમિત પ્રભુપૂજન કરતો. પછી પ્રવચનોને કારણે તેને ધર્મ પ્રતિ શ્રદ્ધા વધવા લાગી. જિજ્ઞાસા વધી. હવે તે મધ્યાહ્નમાં, રાતમાં પણ આવવા લાગ્યા. તેમણે સ્વયં જીવન ધર્મમય બનાવી દીધું.
For Private And Personal Use Only
તે તો યુવાન હતો. તેનો પરિવાર હર્યોભર્યો હતો. આજ સુધી આ જગત છોડીને ચાલ્યા જવાની ભાવના પણ તેના મનમાં નહોતી ઝળકી. તે રંગ-રાગમાં મસ્ત બની ગયો હતો. અને હવે ? તેને કોઈનામાં પણ રસ નહોતો રહ્યો. સ્ત્રીમાં નહીં, બાળકમાં નહીં, રસ નહીં, – રંગ નહીં, હવે માત્ર આત્મામાં રસ આવી ગયો. તેને