________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકાશકીય
જૈન શાસનની સેવા, રક્ષા અને પ્રભાવના કરવામાં જેમણે વિશિષ્ટ અમૂલ્ય યોગદાન આપ્યું છે અને જેમણે પોતાનાં ચિંતન, મનન અને ઊંડા અધ્યયન દ્વારા એક નવી આભા ઊભી કરી છે, એવા સુપ્રિન્દ્ર પ્રવચનકાર સદ્ગુરુવર્ય આચાર્યશ્રી પદ્મસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબનું “પ્રવચન-પરાગ' પુસ્તક ગુજરાતી ભાષામાં રજૂ કરતાં અને આનંદ અને સંતોષની લાગણી અનુભવીએ છીએ.
અરુણોદય ફાઉન્ડેશને આચાર્યશ્રીનાં પ્રવચનોના સંગ્રહોને હિન્દી, ગુજરાતી, અંગ્રેજી અને બીજી ભાષાઓમાં રજૂ કરીને સમાજના બહોળા વર્ગને આ જ્ઞાનસરિતાનો લાભ મળે તેવા પ્રયાસો શરૂ કર્યા છે. આ અગાઉ અંગ્રેજી, હિન્દી અને ગુજરાતીમાં આચાર્યશ્રીનાં અનેક પુસ્તકો પ્રસિદ્ધ થયાં છે, અને જિજ્ઞાસુ લોકોમાં તેની સારી એવી માંગ રહી છે. આ પ્રવચનમાળાનો એક વધુ મણકો આપની સમક્ષ મૂકતાં અમે ધન્યતા • અનુભવીએ છીએ.
આ પુસ્તકનું સંપાદન કરીને તેને સરળ અને સુંદર ભાષામાં મૂક્વાની જહેમત ઉઠાવનાર “મુંબઈ સમાચાર'ના મુખ્ય ઉપતંત્રી શ્રી મહેન્દ્રભાઈ પુનાતરના અમે આભારી છીએ.
આ પુસ્તકનું સરસ મુદ્રણકાર્ય કરી આપવા બદલ “દેવરાજ ગ્રાફિક્સ'ના પાર્ટનરો શ્રી જયેશભાઈ – અશ્વિનભાઈના આભારી છીએ.
અંતમાં પૂ. આચાર્યશ્રી પદ્મસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબે તેમનાં પ્રવચનોને પુસ્તકરૂપે પ્રસિદ્ધ કરવા, અમને આપેલી અનુમતિ માટે અમે તેમના અંતઃકરણપૂર્વકના ઋણી છીએ.
શ્રી અરુણોદય ફાઉન્ડેશન
For Private And Personal Use Only