________________
૨૫
જે આત્માર્થ–પરમાર્થને લાભ થયો, તે અન્ય આત્માથી જીવને પણ થાય એવા શુદ્ધ પરમાર્થ પ્રેમથી આ સમ્યગદષ્ટિ ગીપુરુષ પરમ ધન્ય કહિતકર પરમાર્થ પ્રવૃત્તિ કરે છે.
“દર્શન સકલના નય ગ્રહે, આપ રહે નિજ ભાવે રે હિતકરી જનને સંજીવની, ચારે તે ચરાવે રે.”—યો. સજ્જાય.
આ સદ્દષ્ટિની દષ્ટિ અષ્ટ પ્રકારની છે, તેનું સ્વરૂપ બરાબર સમજાવવા માટે ઉદાહરણરૂપ આ ઉપમા આપી છે, જે ઉપરથી જ તે તે દષ્ટિને ઘણેખરે અર્થ સહેજે સમજાઈ જાય છે. આ આઠ દષ્ટિઓને અનુક્રમે (૧) તૃણ અગ્નિકણુની, (૨) છાણાના અગ્નિકની, (૩) કાષ્ઠ અગ્નિકની, (૪) દીપપ્રભાની, (૫) રત્નપ્રભાની, (૬) તારાપ્રભાની, (૭) સૂર્ય પ્રભાની અને (૮) ચંદ્રપ્રભાની –એમ ઉપમા આપી છે. તૃણ અગ્નિકણથી માંડીને ચંદ્રપ્રભા સુધી ઉત્તરોત્તર પ્રકાશની તરતમતા છે, તેમ મિત્રા દષ્ટિથી માંડીને પરા દષ્ટિ સુધી ઉત્તરોત્તર બધ-પ્રકાશની તરતમતા છેઆ ઉપમા પ્રત્યેક દષ્ટિમાં કેવી રીતે સાંગોપાંગ સંપૂર્ણપણે ઘટે છે તે અત્ર પરમ સુંદર રોચક શૈલીથી ગ્રંથકર્તાએ બતાવી આપ્યું છે (જુઓ પૃ. ૬૩-૬૪ ઈ. ). મહાસમર્થ તત્વદ્રષ્ટા શ્રીમદ્ રાજચંદ્રજીએ આ યોગદષ્ટિને થર્મોમીટરની (Thermonieter)-ઉષ્ણતામાપક યંત્રની ઉપમા આપી છે, તે પણ યથાશ્યપણે અત્યંત બંધબેસતી છે. જેમ થર્મોમીટરથી શરીરની ઉષ્ણુતાનું– ગરમીનું માપ નીકળી શકે છે, તેમ આ ગદષ્ટિ ઉપરથી આત્માની આધ્યાત્મિક પ્રગતિનું, આત્મદશાનું, આત્માના ગુણસ્થાનનું માપ નીકળી શકે છે. ચોદ ગુણસ્થાનકની પ્રસિદ્ધ યેજના જેમ આત્માના ગુણવિકાસનું માપ છે, અને તે ગુણવિકાસ પણ મોહઅપગમ પર નિર્ભર હોઈ જેમ જેમ મોહાંધકાર એ છે થતો જાય તેમ તેમ આત્માનું ગુણસ્થાન વધતું જાય છે; તેમ આ ગઠષ્ટિની યોજના પણ આધ્યાત્મિક ગુણવિકાસનું માપ છે, અને તે સમ્યગુ જ્ઞાનદષ્ટિના ઉન્મીલન પર નિર્ભર હોઈ જેમ જેમ બધપ્રકાશ વધતો જાય છે તેમ તેમ આત્માની ગુણદશા વધતી જાય છે. આ બન્ને ઉત્તમ યોજના એક સીકાના બે પાસા જેવી છે. મોહનાશ એ ગુણસ્થાનકની ફૂટપટ્ટી (Yard-stick) અને બધપ્રકાશ એ યોગદષ્ટિની ફૂટપટ્ટી છે. તે તે દષ્ટિના યક્ત લક્ષણ પરથી અંતર્મુખ નિરીક્ષણ (Introspection ) કરતાં આત્માથી મુમુક્ષુ પિતાની આત્મદશાનું માપ કાઢી શકે છે, અને તેથી આત્મગુણવૃદ્ધિની પ્રેરણું ( Inspiration ) પામી અપ્રાપ્ત ગુણના યુગ માટે તથા પ્રાપ્ત ગુણના ક્ષેમ માટે યથાયોગ્ય પણે પ્રવર્તી શકે છે. આમ આ ગદષ્ટિ આત્માથીને પરમ અમૃત લાભ આપનારી થઈ પડે છે.
આમાં પ્રથમ ચાર દૃષ્ટિ પર્યત મુખ્ય-નિરુપચરિત એવું પહેલું “ગુણસ્થાનક હોય છે, અને તેને પ્રકર્ષ—પરાકાષ્ટા થી દીપ્રા દ્રષ્ટિમાં પ્રાપ્ત થાય છે. અત્રે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org