________________
૨૪
લોકપ્રવાહમાં તણાતા અને સંસારને અભિનંદનારા ભવાભિનંદી પ્રાકૃત જનેનું જે લોકિક પદાર્થ સંબંધી લૌકિક દ્રષ્ટિએ ઓઘદર્શન-સામાન્ય દર્શન તે એઘદષ્ટિ (Vision of a layman) છે; અને ભવવિરક્ત મુમુક્ષુ સમ્યગદષ્ટિ યોગીપુરુષનું જે અલોકિક પદાર્થ સંબંધી અલૌકિક દિવ્ય દર્શન તે યોગદષ્ટિ (Vision of Yogi) છે. ઓઘદષ્ટિની દર્શન પદ્ધતિ લોકિક રીતિની, વ્યાવહારિક, પ્રવાહ પતિત, ગતાનુગતિક ગાડરીઆ પ્રવાહ જેવી ને ભવમાનુસારિણી હોય છે; યોગદષ્ટિની દર્શનપદ્ધતિ અલૌકિક, પારમાર્થિક, મોક્ષમાર્ગનુસારિણી ને તત્ત્વથાપિણ હોય છે. ક્ષપશમની વિચિત્રતાને કારણે દર્શનભેદ થાય છે, તે બાબત ઘષ્ટિ મિથ્યાષ્ટિ જને પરસ્પર વિવાદ કરે, પણ યોગદષ્ટિસંપન્ન સમ્યગુદષ્ટિ ગીપુરુષે તો વિવાદ કરતા જ નથી, આવો દશનભેદ તે મહાનુભાવોના મનમાં વસતો જ નથી, પ્રાકૃત જનોની જેમ તેઓ મત-દર્શનના આગ્રહમાં તણાઈ જતા નથી. તે સમ્યગૃહણિ મહાજને તે એક પેગમાર્ગને જ દેખે છે,
ગદર્શનને જ-આત્મદર્શનને જ દેખે છે. એક જ આત્મતત્વના મૂળમાં આ સર્વ દર્શનો વ્યાપ્ત છે, માત્ર “દષ્ટિ” નો જ ભેદ છે, એમ તેઓ ખરા અંત:કરણથી માને છે. તેઓ પદર્શનને જિનદશનના અંગરૂપ અથવા શુદ્ધ આત્મદર્શનના અંગરૂપ જાણે છે, એટલે તેના ખંડનમંડનની કડાકૂટમાં ઉતરતા નથી, ઉલટા તે છએ દશનને આત્મબંધુરૂપ જાણી સમ્યગૃષ્ટિથી આરાધે છે. કારણ કે તેઓને નાની–અપેક્ષાવિશેની યથાર્થ મયદાનું ભાન હોય છે, યથાયોગ્ય નયવિભાગ તેઓ કરી જાણે છે, એટલે આ પરમ ઉદાર અનેકાંત દષ્ટિવાળા નિષ્પક્ષપાત નિરાગ્રહી સમ્યગદષ્ટિ પુરુષને તે તે દર્શનની મધ્યસ્થ પરીક્ષા કરતાં તે તે દર્શનો એક જિનદર્શન અથવા શુદ્ધ આમદનરૂપ પુરુષના અંગરૂપ જ ભાસે છે.
“ભિન્ન ભિન્ન મત દેખિયે, ભેદ દષ્ટિને એહ,
એક તત્વના મૂળમાં, વ્યાખ્યા માને તે ” “જે ગાયે તે સઘળે એક, સકળ દર્શને એ જ વિવેક સમજાવ્યાની ઘેલી કરી, સ્વાવાદ સમજણ પણ ખરી.”—શ્રીમદ્ રાજચંદ્રજી.
“ષ દરિશણ જિન અંગ ભણજે, ન્યાસ ષડંગ જ સાધે રે,
નમિ જિનવરના ચરણું ઉપાસક, ષડુ દરિશન આરાધે રે.”–શ્રી આનંદધનજી.
તેમજ શુદ્ધ બેધવંત, નિરાઘડી, મૈત્રી આદિ ભાવનાથી ભાવિતાત્મા અને પરમ ગંભીર ઉદાર આશયવાળા આ સમ્યગ્દષ્ટિ સંતજનની પ્રવૃત્તિ પણ પરાર્થે હોય છે. એટલે આ અવધૂત નિપક્ષ વિરલાઓ” સર્વ દર્શનના નય–સદંશ બ્રહે છે, અને આપ સ્વભાવમાં સદા મગ્ન રહે છે, અને લોકોને કલ્યાણકારી એવા “સંજીવનીચાર ન્યાય” ને ચારો ચરાવી સન્માર્ગે ઉતારવાને નિર્મળ પુરુષાર્થ સેવે છે. પિતાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org