Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
સાધનાવિષયક અનુભવ કેટલા અનિવાર્ય છે તે તરફ ધ્યાન દોરવાનો છે. બાલાવબોધકારની સજ્જતા - તત્પરતા
બાલાવબોધકારે ગ્રન્થકારના આશયને સમજાવવાનો પૂરો પ્રયત્ન કર્યો છે. ઘણાં સ્થળોએ અધ્યાહાર્ય શબ્દો લઇને કડીનો અર્થ સ્ફુટ કર્યો છે; જરૂર જણાઈ ત્યાં વિસ્તાર કર્યો છે; જે જે ગ્રન્થોની સાક્ષી સ્તવનમાં લેવાઈ છે તે ગ્રંથોના પાઠ નોંધ્યા છે અને જરૂર લાગી ત્યાં તેનું પણ વિવરણ કર્યું છે. એંશીથી વધુ ગ્રન્થોના પાઠો એમણે શોધીને આપ્યા છે. શ્રી પદ્મવિજયજી મહારાજનો આ બાલાવબોધ ન હોય તો સ્તવનનો અર્થ ઘણા બધા સ્થળે અસ્પષ્ટ રહેત. થોડાં એવાં સ્થાન જોઈએ :
ન
અર્થ કહે વિધિવારણા,
ઉભય સૂત્ર જિમ ‘ઠાણ’ જિનજી,
તિમ પ્રમાણ સામાન્યથી,
નવી પ્રમાણ અપ્રમાણ, જિનજી. (૯/૯)
અહીં લયના અનુરોધથી ઉપાધ્યાયજીએ વિધિ-નિષેધને બદલે વિધિ વારણા’ એવો શબ્દ વાપર્યો છે એ બાલાવબોધકાર સમજાવે છે. ઉત્તરાર્ધનો અર્થ સ્પષ્ટ કરવા માટે અધ્યાહાર્ય શબ્દ લેવો પડે એમ છે તેની સમજૂતી કેવી રીતે આપી છે તે જુઓ :
“ઈહાં સામાન્ય પદ [છે] તે માટે જાણીઈ છીઈ જે વિશેષ પદ બાહિરથી લાવીઇ તિવારે ઇમ અર્થ થાય : વિશેષ પ્રમાણ તે ટીકા પ્રમુખ, તે અપ્રમાણ નવિ કહેતાં અપ્રમાણ ન થાય.” ત્યાર પછી પાંચ-છ પંક્તિઓમાં તેનો ભાવાર્થ સમજાવે છે. મૂળ કૃતિને ન્યાય આપવાનો અને વાચકને તેનો બોધ કરાવવાનો કેટલો ચીવટભર્યો પ્રયાસ તેમણે કર્યો છે.
સોળમી ઢાળની ચૌદમી કડીનું વિવરણ નમૂનારૂપ બન્યું છે : ભાવ લવ કહેતાં રૂડા અધ્યવસાયનો લવ જે અંશ તે પણ વ્યવહારગુણથી ભલે કહેતાં પડિનાલિકાગુણે ભળતો હોય, એતલે વ્યવહાર સહિત હોય તો,
શુદ્ધ નય ભાવના કહેતાં શુભ અધ્યવસાયની જે ભાવના–ધોલના, તેહથી કહેતાં તે પ્રાણીથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org