Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
ઉપાડી, કેમકે આ સ્તવનને શોભે એવી પરિચારણા (Treatment) શ્રી જ્ઞાનવિમલસૂરિજી નથી આપી શક્યા, એ હકીકત તેમને ખટકી હશે.
બાલાવબોધકાર પ્રારંભે લખે છે : “અર્થ અન્વય કરી કહિસ્યું, પણિ પાધરો નહિ કહિવાઇ, જે માટે ખરો અર્થ તો બઇસસે.” અને ભલામણ કરે છે : “તે પદ આગલપાછલ કરી પોતાની બુદ્ધિ વિચારી જોજો . '' પરંતુ તેમનાથી રહેવાયું નથી. શબ્દાર્થ કર્યા પછી તે તે કડીનો સાર કે ભાવ તેમણે જાતે જ મોટા ભાગની કડીઓમાં તારવી આપ્યો છે. ઘણાં સ્થળોએ તો વિસ્તૃત વિવરણ પણ કર્યું છે.
શ્રી જ્ઞાનવિમલસૂરિકૃત ટબાનું પરિશીલન કરતાં જણાઈ આવે છે કે એમણે કરેલા અર્થ ઉપરછલ્લા છે. ક્યાંક તો અસંગત અને અનાવશ્યક વિસ્તાર પણ છે. કડી ૧૨/૨ના ટબામાં માર્ગાનુસારિતાના ૩૫ ગુણની ચર્ચા તેમણે કરી છે, જે વસ્તુતઃ ત્યાં અપ્રાસંગિક છે. આવું જ ૧૨| ૧૧ના ટબામાં થયું છે. ‘અવંચક ક્રિયા’ના અર્થમાં શ્રી જ્ઞાનવિમલસૂરિ યોગાવંચક વગેરે ભેદોને અનુલક્ષીને અર્થઘટન કરે છે, જ્યારે અહીં વંચના - ઠગાઇનો અર્થ જ અભિપ્રેત છે. ગાથા ૧૩/૨માં ત્હીને સ્થાને રૂા સમજીને જ્ઞાનવિમલસૂરિ દ્વારા ભળતો જ અર્થ કરાયો છે. જૈન દેવનાગરી લિપિના છ અને ત્ય લખવા-વાંચવામાં બ્રાંતિ થઇ શકે એમ છે, ને આ સ્થળે એવું જ થયું છે.
શ્રી પદ્મવિજયજી મહારાજ આવી બાબતોમાં સાવધાન છે. ૯/૨૬માં સ્તવનકાર મહર્ષિ નાંતર / વાચનાન્તર થકી ઉદ્ભવેલા ભેદોની વાત કરે છે. ત્યાં બાલાવબોધકાર પદ્મવિજયજી મહારાજ લિપિદોષ પણ ઉમેરવાનું કહે છે. સ્તવન અને બાલાવબોધ બંનેમાં કેટલાક મુદ્દા તો એવા છે કે જેમને આધુનિક તુલનાત્મક - સમીક્ષાત્મક (Comparative and critical) સંશોધનપદ્ધતિના પુરોગામી ગણી શકાય.
અહીં બે ટબાની સરખામણી કરવા પાછળ શ્રી જ્ઞાનવિમલસૂરિકૃત ટબાને ઉતારી પાડવાનો આશય નથી, પરંતુ આવા ગ્રંથોના અધ્યયનસંપાદન વખતે ગ્રંથકારના આશય સુધી પહોંચવા માટે વિષયનો અને ભાષાનો બોધ, લિપિ અને ઇતિહાસનો પરિચય અને સૌથી વધુ તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org