Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
ઇહાં દૂષણ એક કહાય, જે ખલને પીડા થાય;
તો પણ એ નવી છોડીજે, જો સજ્જનને સુખ દીજે. (૪/૧૫) तत्तोच्चिय तं कुसलं तत्तो तेसिंपि होहि ण हु पीडा । सुद्धासया पवित्ती सत्थे निद्दोसिया भणिया ॥
(વિશતિ વિશિષ્ઠા)
તે પુણ્યે હોચે તોષ, તેહને પણ ઇમ નહીં દોષ; ઊજમતાં હિયર્ડ હીસી, જોઈ લીજે પહેલી વીસી. (૪/૧૬) તત્તૉ॰ એ ગાથાનો અર્થ એવી ખૂબીથી ગોઠવ્યો કે પોણી કડીમાં એ સમાઈ ગયો અને ‘વીસ વીસી' ગ્રંથનો ઉલ્લેખ પણ કડીમાં સમાવી શકાયો. ઉપાધ્યાયજી મહારાજની ગુજરાતી રચનાઓમાં આવા પદ્યાનુવાદો અહીંતહીં વેરાયેલા મળી આવે છે. પ્રસ્તુત સ્તવનમાં તો એ ઢગલામોઢે છે.
સ્થાપના નિક્ષેપ (પ્રતિમા), ગુરુકુલવાસ, હિંસા-અહિંસા, માર્ગની શુદ્ધિ, જ્ઞાન અને ક્રિયા, શ્રાવકના ૨૧ ગુણ, ભાવસાધુની સ્થિતિ – આવા ગંભીર વિષયોની અનેક શાસ્ત્રાધાર દર્શાવવા પૂર્વક વિચારણા આ સ્તવનમાં થઈ છે. શાસનની અનેક મર્યાદાઓ - પરિપાટીઓ પાછળ રહેલા ભાવ | આશયની સમજ સામાન્ય જૈન આરાધક સુધી પહોંચે એ માટે સ્તવન જેવું માધ્યમ ઉપાધ્યાયજીએ સહેતુક સ્વીકાર્યું છે એ સ્પષ્ટ જોઈ શકાય છે. એમનો સમગ્ર શ્રમ પાંડિત્યપ્રદર્શન માટેનો નથી, અનુગ્રહ-બુદ્ધિપ્રેરિત છે. શાસ્ત્રજ્ઞાન, અનુગ્રહબુદ્ધિ, જિનભક્તિ, બુદ્ધિપ્રતિભા, શાસનનિષ્ઠા - આ બધું સ્તવનોમાં શતમુખે મુખરિત થયું
છે.
શ્રી પદ્મવિજયજી મહારાજકૃત બાલાવબોધ
પ્રસ્તુત સ્તવનના બાલાવબોધના કર્તા શ્રી પદ્મવિજયજી મહારાજ અધ્યાત્મ અને સાધના સાથે શાસ્ત્રના પ્રખર અભ્યાસી મુનિપુંગવ છે. ઉપાધ્યાયજી મહારાજની કૃતિને પદ્મવિજયજી મહારાજ જેવા ભાષ્યકાર મળે એ એક રોમહર્ષક જોગસંજોગ છે. આ સ્તવન ઉપર શ્રી જ્ઞાનવિમલસૂરિજીએ બાલાવબોધ લખ્યો હતો, તેમ છતાં પદ્મવિજયજી મહારાજે કલમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org